Friday, February 27, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ચાર બેન્કોએ વ્યાજ દર વધારી દીધા

રેપો દરની સરખામણીએ થાપણ વ્યાજમાં ઓછી વૃધ્ધિ, લોન વધુ મોંઘી

aaspassdaily by aaspassdaily
2022-11-02 11:08:21
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભારતીયોને મોંઘવારીમાંથી રાહત મળતી નથી અને અર્થતંત્ર વિષે અનેકવિધ ચિંતાઓ દર્શાવવામાં આવી રહી છે ત્યારે રિઝર્વ બેન્ક આવતીકાલે ખાસ બેઠક યોજવાની છે તે પૂર્વે જ ચાર મોટી બેંકોએ વ્યાજ દરમાં વધારો જાહેર કરી દીધો છે.
વ્યાજ દર વધારીને મોંઘવારીને કાબૂમાં લેવાના અત્યાર સુધીના પ્રયત્નો સફળ થયા નથી અને આ માટે કેન્દ્ર સરકારે રિઝર્વ બેન્ક પાસે રિપોર્ટ પણ માંગ્યો છે તેવા સમયે આરબીઆઈએ આવતીકાલે મોનીટરી પોલીસી કમિટીની ખાસ બેઠક યોજી છે. આ બેઠકમાં વ્યાજ દર વધારો ઝીંકાશે કે કેમ તે વિષેની અટકળો વચ્ચે ચાર મોટી બેંકોએ વ્યાજ દરમાં 0.15થી માંડીને 0.35 ટકાનો વધારો જાહેર કરી દીધો છે.
આઈસીઆઈસીઆઈ બેન્ક, પંજાબ નેશનલ બેન્ક, બેન્ક ઓફ ઇન્ડીયા તથા ઇન્ડીયન બેન્ક દ્વારા એમસીએલઆરમાં વૃધ્ધિ જાહેર કરવામાં આવી છે અને ગઇકાલથી જ તે લાગુ પાડી દેવામાં આવ્યો છે. એમસીએલઆરથી નીચા વ્યાજે બેન્કો ધીરાણ આપી શકતી નથી. 2016માં રિઝર્વ બેન્કે જ આ શરુ કર્યું હતું. ચાલુ વર્ષના મે મહિનાથી રિઝર્વ બેન્કે રેપો દરમાં ચાર વખત વધારો કર્યો છે. કુલ 1.90 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. તમામ બેન્કોએ ધીરાણ વ્યાજ દર વધારી દીધા છે. એપ્રિલ સુધી 6.60 ટકાના દરે મળતા ધીરાણ હાલ 8 ટકા કે તેથી વધુના વ્યાજે મળી રહ્યા છે.
રિપોર્ટમાં એમ જણાવવામાં આવ્યું છે કે એક વર્ષમાં રીટેઇલ લોનમાં મોટો વધારો થયો છે. બેન્કોના કુલ ધીરાણમાં રીટેઇલ લોનનો હિસ્સો 29 ટકા રહ્યો હતો જે એક વર્ષ અગાઉ માત્ર 1.2 ટકા હતો. રીટેઇલ લોનમાં મોટાભાગે હાઉસીંગ અને વાહન લોન આવતી હોય છે. સેવા ક્ષેત્રને અપાતા ધીરાણમાં પણ સપ્ટેમ્બર મહિનામાં 20 ટકાની વૃધ્ધિ થઇ છે. એક વર્ષ પૂર્વે માત્ર 1.2 ટકાની જ વૃધ્ધિ થઇ હતી.
રિઝર્વ બેન્કની કાલની બેઠક પૂર્વે ચાર બેન્કોએ ધીરાણ મોંઘુ કર્યું છે તેમાં આઈસીઆઈસીઆઈ બેન્કે એમસીએલઆરમાં 0.20 ટકાનો વધારો કર્યો છે. એક વર્ષનું એમસીએલઆર 8.10 ટકાથી વધારીને 8.30 ટકા કરાયું છે. પંજાબ નેશનલ બેન્કે તેમાં 0.30 ટકાનો વધારો કર્યો છે. એક વર્ષનો દર 7.75 ટકાથી વધારીને 8.05 ટકા તથા ત્રણ વર્ષનો દર 8.05 ટકાથી વધારીને 8.35 ટકા કરાયો છે.

Tags: 4 bank rise loan interestindia
Previous Post

શું હિન્દુઓને લઘુમતીનો દરજ્જો મળશે?

Next Post

ઈરાન સાઉદી અરબ પર હુમલો કરવાની તૈયારીમાં

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ક્રિકેટર રિંકુ સિંહના પિતા ખાનચંદ સિંહનું કેન્સરની લાંબી બીમારી બાદ અવસાન

February 27, 2026
તાજા સમાચાર

મધ્ય પ્રદેશના બાંધવગઢમાં 3 મહિનામાં 8 વાઘના મોત

February 27, 2026
શક્તિ’ વાવાઝોડું નબળું પડ્યું, પાંચ કી.મી.ની ઝડપે દક્ષિણ તરફ ફંટાયું
તાજા સમાચાર

હિન્દ મહાસાગરમાં હોરાસિયો વાવાઝોડુ સક્રિય થતા દેશના ત્રણ રાજ્યોમાં એલર્ટ

February 27, 2026
Next Post
ઈરાન સાઉદી અરબ પર હુમલો કરવાની તૈયારીમાં

ઈરાન સાઉદી અરબ પર હુમલો કરવાની તૈયારીમાં

Twitter એ પણ ભારતમાં 52 હજાર એકાઉન્ટ પર લગાવ્યો પ્રતિબંધ

Twitter એ પણ ભારતમાં 52 હજાર એકાઉન્ટ પર લગાવ્યો પ્રતિબંધ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.