આજરોજ તળાજાના ૩જા એડિશલ સેસન્સ અને સ્પેશિયલ.પોક્સો કોર્ટના જજ જે. એન. બહ્મભટ્ટ દ્વારા સને ૨૦૧૫માં બનેલા સગીરા પર સામુહિક દુષ્કર્મના બનાવમાં તળાજા પો.સ્ટેશનમાં ગુન્હો દાખલ થયેલો અને આરોપીઓની ધોરેણસર અટક કરી નામદાર કોર્ટમાં રજૂ કરતા તેઓનો પ્રથમ કેસ મહુવા સ્પે.કોર્ટમાં અને ત્યાર બાદ તળાજા સ્પે.પોક્સો જજની કોર્ટમાં કેસ ચાલી જતા તળાજાના સ્પે.પોક્સો જજ જે. એન. બહ્મભટ્ટે બન્ને આરોપીઓ વિપુલભાઇ વાલાભાઇ જાદવ તથા અશ્વિન મંગાભાઇ ચકાણીને તકસીરવાન ઠહેરાવીને બન્ને આરોપીઓને.ઇ.પી.કો.કલમ ૩૭૬ તથા પોક્સો અધિનિયમના ગુન્હામાં ૧૦ વર્ષની સખ્ત કેદની સજા ફરમાવેલ છે.આ કામે સ્પે સરકારી વકીલ તરીકે અરવિંદભાઈ સોલંકી તથા ફરિયાદી પક્ષે વિથ પ્રોસી.વકીલ કે.એસ.ગઢાદરા તથા જી. બી. મહેતાની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીઓને ગેગરેપ જેવા જધન્ય અપરાધમાં આકરી સજા કરી સમાજમાં દાખલો બેસાડેલ છે.