ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની જાહેરાત થઈ ગઈ છે. ગુજરાતમાં બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે મતદાન થશે, જ્યારે હિમાચલ પ્રદેશની સાથે 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. દરમિયાન, ગુજરાત અંગે બે મીડિયા કંપનીએ ઓપિનિયન પોલ બહાર પાડ્યો છે. આવામાં ગુજરાતમાં ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી (BJP)ની સરકાર બની રહી છે. ઓપિનિયન પોલમાં ભાજપને 125-130 સીટો મળી રહી છે. બીજી તરફ કોંગ્રેસને 29થી 33 બેઠકો મળી રહી છે. આ સિવાય આમ આદમી પાર્ટીને 20 થી 24 સીટો મળી શકે છે. બીજી તરફ અન્યના ખાતામાં એકથી ત્રણ બેઠકો આવવાની શક્યતા છે.
ઓપિનિયન પોલ મુજબ ગુજરાતમાં ભાજપ શા માટે જીતી રહ્યું છે? આ અંગે જણાવવામાં આવ્યું છે. પોલમાં ભાજપને વિકાસના મોડલ પર 45% વોટ મળી રહ્યા છે. બીજી તરફ મજબૂત સંગઠનને કારણે ભાજપને 19% વોટ મળી રહ્યા છે. જ્યારે ગુજરાતમાં નબળા વિપક્ષના કારણે ભાજપને 27% વોટ મળી રહ્યા છે.
આ વખતે વિધાનસભા ચૂંટણીમાં દિલ્હીની સત્તારૂઢ આમ આદમી પાર્ટી પણ પોતાની તાકાત બતાવવા જઈ રહી છે. પંજાબ વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અત્યાર સુધીમાં ડઝનેક વખત આ સ્થળની મુલાકાત લીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ છેલ્લા કેટલાક સમયથી ગુજરાત અને હિમાચલ પ્રદેશની મુલાકાતે છે. છેલ્લા કેટલાક દિવસોમાં તેમણે ગુજરાતમાં સેંકડો કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું છે.