ગઢડા તાલુકાના રસનાળ ગામના યુવાનનું રહસ્યમય ઘટનામાં મોત નીપજતાં તેના મૃતદેહને પેનલ પી.એમ.માટે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે.આ બનાવ અંગે મળતી વિગતો મુજબ બોટાદ જિલ્લાના ઢસા તાબેના રસનાળ ગામમાં રહેતા પ્રવીણભાઈ કનુભાઈ મકવાણા ( ઉ.વ. ૪૦ ) ઢસા ગામ ગયા બાદ તેમનું ઇજાગ્રસ્ત હાલતમાં મોત નીપજતાં તેની હત્યા કરવામાં આવી હોવાની પરિવારજનો દ્વારા શંકા વ્યક્ત કરવામાં આવતા પોલીસે પ્રવીણભાઈના મૃતદેહને પેનલ પી.એમ.માટે ભાવનગર હોસ્પિટલ ખસેડાયો હતો.
ઢસા ગયા ત્યારે પ્રવીણભાઈને મનોજ નામના શખ્સ સાથે બોલાચાલી થયા બાદ તેનો ઇજાગ્રસ્ત હલતે મૃતદેહ મળી આવ્યો હોવાનું તેના ભાઈએ જણાવ્યું હતું.આ બનાવ અંગે ઢસા પોલીસે તપાસ હાથ ધરી છે.