અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દુધની બનાવટોનું માર્કેટિંગ કરતી ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન આયોજિત ડૉ. કુરિયન મેમોરીયલ ક્રિકેટ ટુર્નામેન્ટ-૨૦૨૨નું આયોજન કરવામાં આવ્યું. ડૉ. કુરિયનના મહત્વના યોગદાન વિષે લોકો માહિતગાર બને અને ગુજરાતભરના ૨૧ દૂધ સંઘોમાં પરસ્પર એકતાની ભાવનામાં વધારો થાય તે હેતુથી આ ક્રિકેટ ટુર્નામેન્ટનું ફેડરેશન દ્વારા આયોજન કરવામાં આવેલ છે. આ ટુર્નામેન્ટમાં કુલ ૬ જેટલા ઝોનમાં ૨૮ જેટલી જુદી જુદી ડેરીની ટીમો ભાગ લઇ રહી છે. આ અંતર્ગત સૌરાષ્ટ્ર પૂર્વ ઝોનમાં સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, જુનાગઢ અને બોટાદ સંઘની ટીમોની મેચો સુરેન્દ્રનગર ખાતે સી યુ શાહ સ્પોર્ટ્સ કલબ મેદાનમાં આ ટુર્નામેન્ટ રમાડવામાં આવી, જેમાં ભાવનગરની સર્વોત્તમ ડેરીએ તમામ સંઘો સાથેની મેચો ખુબ જ મોટા માર્જીનથી જીતતા આનંદની લાગણી છવાઈ હતી. પ્રથમ મેચ ભાવનગર ડેરી અને અમરેલી ડેરી વચ્ચે રમાણી જેમાં ભાવનગર ડેરીની ટીમની શાનદાર જીત થઇ. બીજી મેચ ભાવનગર ડેરી અને સુરેન્દ્રનગર ડેરી વચ્ચે રમાણી જેમાં ભાવનગર ડેરીની ટીમની શાનદાર જીત થઇ. ત્રીજી મેચ ભાવનગર ડેરી અને બોટાદ ડેરી વચ્ચે રમાણી જેમાં ભાવનગર ડેરીની ટીમની શાનદાર જીત થઇ. આ શ્રેણીમાં પ્રથમ સ્થાને ભાવનગર અને દ્રિતીય સ્થાને સુરેન્દ્રનગર ડેરી આવતા ફાઈનલ મેચ રમાડવામાં આવી જેમાં સુરેન્દ્રનગર અને ભાવનગર ડેરીની ટીમો વચ્ચે રમાયેલ જેમાં સર્વોત્તમ ડેરીની ટીમે ભવ્ય વિજય પ્રાપ્ત કરી સર્વોત્તમ ડેરી, સર્વોત્તમ પરિવાર અને ભાવનગર જીલ્લાના લાખો દૂધ ઉત્પાદકોનું ગૌરવ વધારેલ છે. આ પ્રસંગે સર્વોત્તમ ડેરીની ટીમ રાત્રે ભવ્ય વિજય પ્રાપ્ત કરીને પાછી ફરેલ ત્યારે સર્વોત્તમ ડેરી સિહોર ખાતે સર્વોત્તમ ડેરીના સ્થાપક અને મેનેજિંગ ડીરેક્ટર એચ.આર.જાેષીના માર્ગદર્શન અને અધ્યક્ષ સ્થાને ટીમનું ભવ્યાતિભવ્ય આતશબાજી, ઢોલનગારા સાથે સ્વાગત કરવામાં આવેલ તેમજ તેઓના હસ્તે ટીમના તમામ ખેલાડીઓનું સન્માન કરવામાં આવેલ.