Saturday, August 23, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આ છે ખુરશી ખેલ – સ્વચ્છ ઉમેદવાર કરતા ખરડાયેલાની જીતવાની શક્યતા ડબલ રહે છે!

૬૮૫ સાંસદ–ધારાસભ્યમાંથી ૨૮ ટકા સામે ગંભીર ગુનો : સરેરાશ સંપત્તિ ૬ કરોડ

aaspassdaily by aaspassdaily
2022-11-09 11:02:05
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની જામી રહી છે અને હવે કઇ બેઠક પર કયા સોગઠાં ગોઠવવા તેનું પક્ષો દ્રારા થઇ રહેલું મનોમંથન અંતિમ તબક્કામાં છે. નોંધવુ રહ્યું કે, મોટાભાગના પક્ષ સ્વચ્છ ઈમેજ ધરાવનારા કરતાં ગુનાઈત ઈતિહાસ તેમજ વધુ નાણા ખર્ચી શકે તેવા ઉમેદવારને ટિકિટ આપવામાં પ્રાધાન્ય આપે છે તે વાત નકારી શકાય એમ નથી. વર્ષ ૨૦૦૪થી અત્યારસુધી લોકસભા–વિધાનસભાની ચૂંટણી લડેલા ગુજરાતના તમામ ઉમેદવારોના વિશ્લેષણ પર નજર કરવામાં આવે તો તેમાં ‘મની પાવર’–’મસલ પાવર’નો પ્રભાવ જોવા મળે છે. આ વિશ્લેષણથી એવું પણ ફલિત થાય છે કે સ્વચ્છ છબીવાળા ઉમેદવારના જીતવાની શકયતા ૧૦ ટકા જયારે ગુનાઈત ઈતિહાસ ધરાવતા ઉમેદવારની જીતવાની શકયતા બમણી એટલે કે ૨૦ ટકા છે.
વર્ષ ૨૦૦૭, ૨૦૧૨, ૨૦૧૪, ૨૦૧૯ની વિધાનસભા ચૂંટણી–પેટા ચૂંટણી લડેલા તેમજ ૨૦૦૪, ૨૦૦૯, ૨૦૧૪, ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી લડેલા ૬૦૪૩ ઉમેદવારોમાંથી ૯૭૨ એટલે કે ૧૬ ટકા સામે ગુના દાખલ થયેલા છે. આ પૈકી ૫૧૧ એટલે કે ૮ ટકા સામે ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. કુલ ૬૮૫ સાંસદ–ધારાસભ્યોમાંથી ૧૯૧ એટલે કે ૨૮ ટકા અને તેમાંથી ૧૦૯ ગંભીર ગુનો ધરાવતા છે. એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રીફોમ્ર્સ (એડીઆર) દ્રારા તૈયાર કરવામાં આવેલા આ વિશ્લેષણ પ્રમાણે ૨૦૦૪ થી આંકડા જોવામાં આવે તો મહિલા ઉમેદવારોની સંખ્યા માત્ર ૬% જેટલીજ છે. વસતીમાં લગભગ અડધો હિસ્સો હોવા છતાં રાજકારણમાં મહિલાઓની ભાગીદારી હજુ પણ ખૂબ જ મર્યાદિત છે.
મહિલા ઉમેદવારોમાં માત્ર ૫ ટકા ઉમેદવાર ગુનાઇત ઈતિહાસ વાળા છે, પણ પુરુષોમાં આ પ્રમાણ ૧૭% છે. સાંસદ –ધારાસભ્યની વાત કરીએ તો, ૬% મહિલા સાંસદ–ધારાસભ્ય ઉપર ગુનાઓ દાખલ થયેલા છે, યારે પુષ સાંસદ–ધારાસભ્યમાં આ પ્રમાણ ૩૦% છે, જે પાંચ ગણું વધારે છે.
ગંભીર ગુનાઓ સંદર્ભે વાત કરીએ તો માત્ર ૫% મહિલા સાંસદ–ધારાસભ્યની સામે ગંભીર ગુનાઓ છે, જયારે પુષ સાંસદ –ધારાસભ્યમાં ગંભીર ગુનાવાળાનું પ્રમાણ ૧૭% એટલે કે, ૩ ગણા કરતાં પણ વધારે છે. એટલે રાજકારણમાંથી ગુનાખોરી ઓછી કરવી હોય તો તમામ પક્ષોએ વધુ અને વધુ મહિલાઓને ઉમેદવારી આપવી પડે તેમ કહી શકાય. આમ, આ સમયગાળામાં કુલ ૬૮૫ ધારાસભ્ય–સાંસદ ચૂંટાયેલા છે. તેમની પાસે સરેરાશ સંપત્તિ પિયા ૫.૯૯ કરોડ છે. બીજી તરફ ગંભીર ગુનાવાળા સાંસદ–ધારાસભ્યો પાસે સરેરાશ સંપત્તિ પિયા ૧૧.૪૨ કરોડ છે. કુલ ૬૦૪૩ ઉમેદવારો સરેરાશ પિયા ૧.૭૧ કરોડની સંપત્તિ ધરાવે છે.

Tags: bahubali candidate wining chancesindiapolitics
Previous Post

વંદે ભારત ટ્રેનની અડફેટે આવતા મહિલાનું મોત નીપજ્યું

Next Post

ભારતનું પ્રથમ ખાનગી રોકેટ વિક્રમ-એસ લોન્ચ માટે તૈયાર

aaspassdaily

aaspassdaily

Related News

રખડતા કૂતરાનું ખસીકરણ યોગ્ય ઉપાય : સુપ્રીમ
તાજા સમાચાર

રખડતા કૂતરાનું ખસીકરણ યોગ્ય ઉપાય : સુપ્રીમ

August 22, 2025
અમેરિકા હવે વિદેશી ટ્રક ડ્રાઇવરો માટે વર્કર વિઝા ઇશ્યૂ નહીં કરે
આંતરરાષ્ટ્રીય

અમેરિકા હવે વિદેશી ટ્રક ડ્રાઇવરો માટે વર્કર વિઝા ઇશ્યૂ નહીં કરે

August 22, 2025
યુક્રેન ત્રણ શરતો સ્વીકારે તો રશિયા શાંતિ કરાર માટે તૈયાર
આંતરરાષ્ટ્રીય

યુક્રેન ત્રણ શરતો સ્વીકારે તો રશિયા શાંતિ કરાર માટે તૈયાર

August 22, 2025
Next Post
ભારતનું પ્રથમ ખાનગી રોકેટ વિક્રમ-એસ લોન્ચ માટે તૈયાર

ભારતનું પ્રથમ ખાનગી રોકેટ વિક્રમ-એસ લોન્ચ માટે તૈયાર

કોંગ્રેસના ટ્વિટર બ્લોકનો આદેશ રદ કરતી કર્ણાટક હાઈકોર્ટ

કોંગ્રેસના ટ્વિટર બ્લોકનો આદેશ રદ કરતી કર્ણાટક હાઈકોર્ટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.