મહુવા વિધાનસભાની બેઠક માટે કોંગ્રેસ પક્ષ દ્વારા કનુભાઇ કળસરીયાને ટીકીટ અપાયેલ જેના અનુસંધાને આજે કનુભાઇ કળસરીયાએ વિશાળ કાર્યકરોની હાજરી સાથે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.
તેમની સાથે તળાજા બેઠકના વર્તમાન ધારાસભ્ય અને આગામી ચૂંટણી માટે જેમનું નામ કોંગ્રેસમાંથી જાહેર થયું છે તેવા કનુભાઇ બારૈયા, રાજુલાના કોંગ્રેસના ધારાસભ્ય અમરીશભાઇ ડેર સહિત આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતાં. કનુભાઇ કળસરીયાએ કોંગ્રેસમાંથી મહુવા બેઠક પર ઉમેદવારી ફોર્મ ભર્યાં બાદ તેમનો વિજય નિશ્ચિત હોવાનું જણાવ્યું હતું.