ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ આચારસંહિતાનો અમલ શરૂ થઇ જવા પામ્યો છે. રાજ્યભરની સાથોસાથ ભાવનગર શહેર અને જિલ્લામાં ચુસ્તપણે આચારસંહિતાનો અમલ કરાવવા જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી દ્વારા પોલીસ તંત્રને સુચના આપવા ઉપરાંત જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ચૂંટણી દરમિયાન ઉમેદવારો કે તેમના ટેકેદારો સહિત કોઇપણ વ્યક્તિઓએ નક્કી કરેલી રોકડથી વધુની હેરફેર પણ મંજૂરી વિના કે આધાર-પુરાવા વિના કરી નહીં શકે.

આ ઉપરાંત નશીલા પદાર્થોની હેરફેર કે શહેરમાં ઘુસે નહીં તેની તકેદારી રાખવા પણ પોલીસને સુચના અપાઇ હોઇ પોલીસ દ્વારા શહેરના પ્રવેશદ્વારો પર ચોકીઓ બનાવી શહેરમાં પ્રવેશતા તમામ વાહનોનું ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે જેમાં ભાવનગરમાં પ્રવેશવાના મુખ્ય દ્વાર ગણી શકાય તેવા નારીચોકડી ખાતે રાત્રીના સમયે પણ પોલીસ દ્વારા વાહન ચેકીંગ કરવામાં આવ્યું હતું. (તસવીર: મૌલિક સોેની)






