ગુજરાતના મજૂબત નેતા, પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોંગ્રેસનો હાથ પકડવા જઈ રહ્યાં છે. 12 નવેમ્બરે શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાશે તેવુ જાણવા મળ્યું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાશે. ઉલ્લેખનીય છે કે, 21 જુલાઈ 2017 ના રોજ બાપુએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું હતુ. તેના સાડા પાંચ વર્ષ બાદ ફરીથી બાપુ કોંગ્રેસમાં જોડાશે. તેઓએ કોંગ્રેસ પક્ષ છોડ્યો ત્યારે વાઘેલા વિપક્ષના નેતા હતા. તેમનો પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા પણ તાજેતરમાં કોંગ્રેસમાં જોડાયા છે.
પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના પૂર્વ પ્રમુખ શંકરસિંહ વાઘેલા કોંગ્રેસનો ખેસ ધારણ કરી શકે છે. તેઓ 12 નવેમ્બરે કોંગ્રેસમાં પ્રવેશ કરે તેવા સમાચાર સૂત્રો દ્વારા મળ્યા છે. જોકે, આ વખતે તેઓ કોઈ પણ શરત વગર કોંગ્રેસમાં એન્ટ્રી કરશે તેવુ જાણવા મળ્યું છે. અત્યાર સુધી શંકરસિંહ બાપુની ટિકિટની તથા જવાબદારીની માંગણી હતી પણ આ વખતે કોઈ શરત વગર કોંગ્રેસમાં જશે એવું જાણવા મળી રહ્યું છે.