આમ આદમી પાર્ટીએ જાહેર કરેલા CM કેન્ડીડેટ ઇસુદાન ગઢવી દ્વારકાથી ચૂંટણી લડશે. મહત્વનું છે કે, તેઓને આમ આદમી પાર્ટીએ ગુજરાત AAPના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.
AAP દ્વારા ઈસુદાન માટે દ્વારકા અને ખંભાળિયા બેઠક પર સર્વે કરાયો છે. આ સર્વેમાં ઈસુદાન ગઢવીની તરફેણમાં દ્વારકાના સમીકરણો જોવા મળી રહ્યાં છે. આ દ્વારકા બેઠક પરથી ભાજપે પબુભા માણેકને ઉતાર્યા છે જ્યારે કોંગ્રેસ મુળુ કંડોરિયાને ટિકિટ આપી શકે છે. ત્યારે એમ કહી શકાય કે દ્વારકા બેઠક પર આ વર્ષે કાંટે કી ટક્કર થઇ શકે છે. જોકે, દ્વારકા વિધાનસભા પર કોંગ્રેસ હજુ વેઈટ એન્ડ વોચની ભૂમિકામાં જોવા મળી રહ્યું છે.
આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કરવા માટે વોટ્સએપ પોલ કરાવ્યો હતો. જેમાં ઈસુદાન ગઢવીને 73 ટકા મત મળતાં ઈસુદાન ગઢવીને AAPએ CM પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. આ અગાઉ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાને સુરતની કતારગામ બેઠક પરથી જ્યારે પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાને કરંજ બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.