દોઢ વર્ષ પૂર્વે તળાજા પો.સ્ટે.માં સવારના સમયે ઘરમાં ઘુસી સગીરા પર દુષ્કર્મ કરવાની નોંધાયેલી ફરિયાદનો કેસ આજે તળાજા કોર્ટમા ચાલી જતા કસુરવાર ઠેરવી સમાજમાં દાખલારૂપ ૨૦ વર્ષની સખ્ત કેદની સજા તળાજા કોર્ટના જજે ફટકારતા ચકચાર મચી જવા પામી છે.
ગત તા.૪ એપ્રિલ ૨૦૨૧ના રોજ તળાજા ખાતે રહેતી યુવતીને તેના ગામનો જ શિવો જીણા મેર ઘરની બહાર આવી ચા પીવી છે તેમ કહેલ આથી યુવતી ચા બનાવવા જતા શખ્સે પાછળથી ઘરમાં ઘુસી ઘરનું બારણુ બંધ કરી યુવતીની સગીર વયની બહેન સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. આ અંગેની તળાજા પો.સ્ટે.માં ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી ૩૭૬, ૩૭૬(૨)(આઇ), ૩૭૬(૨)(જે), ૩૭૬(૨)(કે), ૩૭૬(૨)(એમ), ૩૫૪(એ), ૩૫૪(બી), ૪૫૦, ૩૨૩, ૫૦૬(૨), ૩૭૬(૩) તથા પોક્સો એક્ટની કલમ ૪, ૬, ૮ મુજબ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરેલ. આ બનાવ અંગેનો કેસ આજે તળાજાના ત્રીજા એડિશનલ સેસન્સ જજ તથા સ્પેશ્યલ પોક્સો જજની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ કમલેશ કેસરીની દલીલો, આધાર-પુરાવા, સાક્ષીની જુબાની ગ્રાહ્ય રાખી જજે આરોપીને કસુરવાર ઠેરવી ૨૦ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી હતી.