ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા યુવાન ઉપર પાંચ શખ્સોએ હુમલો કરતા ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ ભાવનગરના કુંભારવાડા, માઢીયા રોડ, શેરી નં. ૧૩ માં રહેતા મુકેશભાઈ ઉર્ફે મુન્નો વેલાભાઈ જાંબુચા (ઉં.વ.૩૨)ના ઘર પાસે રહેતા તેના સાઢુભાઈના ઘરે તેની બાજુમાં રહેતા વિશાલ ભુરાભાઈ રાઠોડ, નવલ જયંતીભાઈ, જયેશ રમેશભાઈ, અરવિંદ જયંતીભાઈ અને વિક્રમ હિંમતભાઈ રામાપીર મંડળ બાબતે માથાકૂટ કરતા હોય તેવો ત્યાં ગયા હતા ત્યારે સામેવાળાઓએ ગાળો આપી મુકેશભાઈ ઉપર લાકડીઓ વડે હુમલો કરી ઢીકાપાટુનો માર મારતા ઇજાગ્રસ્ત મુકેશભાઈ જાંબુચાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે મુકેશભાઈએ ફરિયાદ નોંધાવતા બોરતળાવ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.