ગારીયાધાર – 101 વિધાનસભાની ચુટણીમાં આ વખતે ત્રિપાંખીયો જંગ જામશે. કોંગ્રેસે છેલ્લે છેલ્લે ઉમેદવાર જાહેર કરી યુવા ચહેરા દિવ્યેશ ચાવડાને ટિકિટ આપી છે. આથી કોંગ્રેસ પણ સારો દેખાવ કરશે અને વર્ષોથી ભાજપના શાસન સામે પડકાર ઊભો થયો હોવાના સ્પષ્ટ સંકેત છે. ત્રિપાંખીયો જંગ હોવાથી પરિણામ સુધી જંગ રસપ્રદ અને સસ્પેન્સ રહેશે!
આ બેઠક પરથી ભાજપમાંથી સાતમી વાર કેશુભાઈ નાકરાણીને ટિકીટ અપાઇ છે.ભાજપની પકડ મજબુત જણાય છે.ત્યારે કોગ્રેસમાંથી કોળી સમાજનાં આગેવાન મનુભાઇ ચાવડાનાં પુત્ર દિવ્યેશ ચાવડાને ઉતારવામાં આવ્યાં છે.તેમજ આમ આદમી પાર્ટીમાંથી સુધીરભાઇ વાઘાણી ચૂંટણી લડી રહ્યાં છે. તેમની લોકપ્રિયતા અને આપનો પ્રભાવ બંને છે. આમ ગારીયાધાર 101 વિધાનસભાની ચૂંટણીમાં ત્રિ પાંખીયો જંગ ખેલાશે.
ગત 2017ની ચૂંટણીમાં ભાજપના કેશુભાઇ નાકરાણીનો ટુંકી બહુમતીથી વિજય થયો હતો ત્યારે આ વખતે જ્યારે ત્રિ-પાંખિયો જંગ છે અને કેશુભાઇ સાતમી વખત જંગમાં છે તેમજ આપ પણ આ વખતે એક મજબૂત હરીફ તરીકે ઉભરી આવ્યો છે ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવાર વચ્ચે ગારિયાધારમાં ત્રિ-પાંખિયો જંગ જામશે. જોકે, ગારિયાધારમાં આયાતી ઉમેદવારને કોંગ્રેસે ટિકીટ આપતા તાલુકા પંચાયતના પ્રમુખ ધનજીભાઈ કથીરીયાએ જણાવ્યુ હતુ કે પાલિકાના કોંગ્રેસના સભ્યો અને કાર્યકરો રાજીનામા આપવા તૈયાર છે. ત્યારે જોવું રહ્યું રાજકારણની આ બાજી કોણ જીતે છે !