ટાઇ ભાવનગર પ્રિ-સ્કૂલ એસોસિએશન અને દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનના સંયુક્ત ઉપક્રમે ગિજુભાઈ બધેકાના જન્મદિવસ (બાળ વાર્તા દિવસ)ની ઉજવણીનું આયોજન કર્યું છે. જેમાં મમ્મી અને (02 થી 05 વર્ષનાં બાળકો) માટે: 15મી નવેમ્બરના સાંજે 4:30 થી 6 દરમિયાન બાલ વાર્તા ,બાલ ગીત, પપેટ શો, બાલ વાર્તાનું નાટ્ય રૂપાંતર અને દક્ષિણામૂર્તિ બાલ મંદિર ખાતે મેદાની (આઉટડોર) રમત યોજાશે. દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન તરફથી સ્ટાફ, વાલીઓ અને બાળકો માટે અલ્પાહાર ની પણ વ્યવસ્થા કરાઇ છે. સૌને સક્રિયપણે ભાગ લેવા અનુરોધ કરાયો છે.