ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં ગોકુલધામ સોસાયટીમાં મકાન ભાડે રાખીને વિસ્ફોટક બનાવતા હોવાની માહિતી મળતા પોલીસ અને બોમ્બ સ્ક્વોડ આજે મંગળવારે સવારે સ્થળ પર દોડી ગઈ છે. કળિયાબીડના આ રહેણા કે મકાન ઉપરાંત નવા અધેવાડા રોડ પર પણ આ વિસ્ફોટકની સામગ્રીનું બોક્સ મળી આવ્યા હોવાનું પ્રાથમિક અહેવાલમાં જાણવા મળ્યું છે.
આ અહેવાલ તૈયાર થઈ રહ્યો છે ત્યારે સમગ્ર બાબત શું છે તેની તપાસ ચાલી રહી છે. આ સમાચારને પગલે કાળીયાબીડ વિસ્તાર અને ભાવનગર શહેરમાં ચકચાર મચી ગઈ છે.
તસવીરો- મૌલિક સોની