update; ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. દરેક પક્ષ જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. બીજી બાજુ નેતાઓનો પક્ષપલટો પણ શરૂ થઈ ગયો છે. વધુ એક નારાજ ઉમેદવાર રેશ્મા પટેલે NCPમાંથી રાજીનામું આપી દીધુ છે અને રેશમા પટેલ વિધિવત રીતે આપમાં જોડાઈ ચૂક્યા છે.
રાઘવ ચઢ્ઢા આ પ્રસંગે હાજર રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, સુરતના ઉમેદવારનુ ભાજપે અપહરણ કર્યુ છે. રેશ્મા પટેલ એનસીપીના મહિલા મોરચાના અધ્યક્ષ રહ્યા અને તેઓ હવે આપમાં જોડાયા છે. રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું હતું કે રેશમા પટેલ પાટીદાર આંદોલનનો ચેહરો છે. સામાજિક કાર્યો થકી તેમણે સેવા કરી છે અને આજે તેઓ આપમાં જોડાયા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ એક બાદ એક મોટા ભૂકંપ સર્જાઈ રહ્યાં છે. એનસીપીથી નારાજ રેશમા પટેલ હવે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. રેશ્મા પટેલ આજે (બુધવાર) સવારે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે. એટલુ જ નહિ, આપ રેશમા પટેલે વિરમગામ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડાવશે એવી શક્યતા જોવામાં આવી રહી છે. ત્યારે રેશમા પટેલ આંદોલનના જૂના સાથી હાર્દિક પટેલ સામે વિરમગામમા મેદાને ઉતરશે.