આગામી તારીખ ૧ ડિસેમ્બરના રોજ ભાવનગર જિલ્લાની સાત બેઠકો સહિત ૮૯ બેઠકો પર ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી યોજાનાર છે ત્યારે આદર્શ આચાર સહિતાનો કડક અમલ થાય તે માટે તંત્ર દ્વારા જરૂરી તમામ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે ભાવનગર શહેર અને જિલ્લામાં પ્રવેશ દ્વારો પર અને હાઇવે પર ૪૦થી વધુ ચેકપોસ્ટ બનાવવામાં આવી છે અને શહેરમાં રોકડ, દારૂ કે નશીલો પદાર્થ ઘુસાડવામાં આવતો નથી ને, કે કોઈ અસામાજિક તત્વો ઘૂસી જતા નથી ને. તે માટેની સઘન તપાસ કરવામાં આવી રહી છે જેમાં છેલ્લા દિવસોમાં પોલીસને અલગ અલગ જગ્યાએથી દારૂનો મોટો જથ્થો પણ હાથ લાગ્યો હતો.
પોલીસ દ્વારા ચેકપોસ્ટ પર રાત્રિના સમયે ખાસ વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે ગતરાત્રિના ડીવાયએસપી સહિત પોલીસ કાફલા દ્વારા શહેરમાં આવતા દરેક વાહનોને ઉભા રાખી ચેકિંગ કરવામાં આવ્યું હતું આમ વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને પોલીસ દ્વારા આચાર સહિતાના કડક અમલ કરવાના ભાગરૂપે વાહન ચેકિંગ સહિત કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત પોલીસ દ્વારા શહેર તથા જિલ્લામાં પણ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા સાથે કોમ્બીગ પણ કરવામાં આવી રહ્યું છે. (તસવીર : મૌલિક સોની)