દેશભરના નેશનલ હાઈવે પર ઘટનાઓની વ્યવસ્થાને ચુસ્ત બનાવવા માટે સરકારે નવી માર્ગદર્શિકાઓ જાહેર કરી છે જેમાં માર્ગ દુર્ઘટનામાં ઘાયલો સુધી પહોંચવામાં એમ્બ્યુલન્સ દ્વારા વિલંબ થવા પર અધિકતમ એક લાખ રૂપિયા સુધીનો દંડ વસુલવામાં આવશે. આ ઉપરાંત નિર્માણ કંપની- કંશેનર્સ કંપનીને 6 મહિના સુધી બ્લેક લિસ્ટમાં નાખી દેવામાં આવશે, જેથી તે કોઈપણ સરકારી ટેન્ડર પ્રક્રિયામાં સામેલ નહીં થઈ શકે.
ભારતીય નેશનલ હાઈવે ઓથોરીટી (એનએચએઆઈ) એ ત્રણ સપ્તાહ પહેલા દિશા નિર્દેશ જાહેર કરી દીધા છે. જેમાં ઉલ્લેખ છે કે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના નવા નિયમો અનુસાર સિવિલ વર્ક કંપનીઓ અને કંશેનર્સ (ટોલ ટેકસ કંપનીઓ) કેન્દ્રીયકૃત એમ્બ્યુલન્સ સેવાનું સંચાલન કરશે. તેમાં એમ્બ્યુલન્સ ઘાયલ સુધી પહોંચવામાં મોડું થવા પર પહેલીવાર 10 હજાર રૂપિયા, બીજીવાર ભુલ થવાથી 25 હજાર રૂપિયા અને ત્રીજી વાર ભુલ થવાથી એક લાખ રૂપિયા દંડ કરાશે.
ત્રીજી ભુલને વિભાગ એક ચેતવણી તરીકે લેશે. ચિકીત્સા સુવિધા સમય પર ન મળવાને કારણે ઘાયલનું મૃત્યુ થવા પર સિવિલ વર્ક કંપની- કંશેનર્સને 6 મહિના માટે બ્લેક લિસ્ટમાં નાખી દેવામાં આવશે.જેમાં ઉલ્લેખ છે કે, વિભાગના ક્ષેત્રીય અધિકારી (આરઓ) અથવા પ્રોજેકટ ડાયરેકટર (પીડી) ઘટના વ્યવસ્થાની દેખરેખ રાખશે. આરઓ, પીડી નેશનલ હાઈવે એમ્બ્યુલન્સ સંચાલન માટે જિલ્લા સ્વાસ્થ્ય વિભાગની સહાયતા લેવા અધિકૃત રહેશે.