ગુજરાત ચુંટણીને લઇને રાજકારણ ચરમસીમાએ પહોંચ્યું છે. આવી સ્થિતિમાં સિદ્ધપુરના કોંગ્રેસના ધારાસભ્ય ચંદનજી ઠાકોરના વિવાદિત નિવેદનથી રાજનીતિમાં ખળભળાટ મચી ગયો છે. ‘દેશને લઘુમતી સમાજ જ બચાવી શકે’ તે અંગેના નિવેદનનો કોંગ્રેસના ચંદનજી ઠાકોરનો વિડીયો વાયરલ થતાં સવાલો ઊભા થયા હતા. બીજી બાજુ આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ મારફતે નિશાન સાધ્યું હતું અને કોંગ્રેસ ઉમેદવારના શબ્દોને શરમજનક શબ્દો ગણાવ્યા હતા. જે વીડિયો અંગે ચૂંટણી પંચમાં નોંધાઇ ફરીયાદ છે. ભાજપે ચૂંટણી પંચને લેખિતમાં ફરિયાદ કરી છે.
તાજેતરમાં જ કોંગ્રેસના ચંદનજી ઠાકોરનો વિડીયો વાયરલ થયો હતો. જેમાં દેશને લઘુમતી સમાજ જ બચાવી શકે’ તે અંગેના નિવેદનને લઇને સવાલો ઊભા થયા હતા. આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ ટ્વિટર પર વાર કરતા કહ્યું કે આ શરમજનક શબ્દો છે. એટલુ જ નહીં હાર ભાળી ગયેલી કોંગ્રેસ ફરી લઘુમતી તુષ્ટિકરણ તરફ જતી હોવાના પણ ભૂપેન્દ્ર પટેલએ આક્ષેપ કર્યો છે. વધુમાં એમ પણ લખ્યું હતું કે કોંગ્રેસને ખબર હોવી જોઈએ કે તેને હાર થી કોઈ બચાવી શકે નહીં. બીજી બાજુ કોંગ્રેસ પાસે હાલ કોઈ મુદા ન હોવાથી આ પ્રકારના નિવેદન આપતા હોવાનું પણ ઉમેર્યું હતું.
કોંગ્રેસના વધુ એક ધારાસભ્યનું વિવાદાસ્પદ નિવેદન, ‘હું બાંહેધરી આપુ છું કે હિન્દુ વિસ્તારમાં દવાખાનું નહી જવા દઉ’
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તમામ પાર્ટીઓ મતદારોને રિઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. આ દરમિયાન આરોપ-પ્રત્યારોપનો દોર પણ જોવા મળી રહ્યો છે. વધુ એક કોંગી ઉમેદવારનો વીડિયો સામે આવ્યો છે.ખેડા જિલ્લાના મહુધા તાલુકાના ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમારનો એક વિવાદાસ્પદ વીડિયો વાયરલ થયો છે.ઇન્દ્રજીતસિંહ પરમારે કહ્યું કે હિન્દુ વિસ્તારમાં હું હોસ્પિટલ નહીં લઇ જવા દઉં. મારી માટે તમે અલ્લાહ સમાન છો, મા-બાપ છો. આ દવાખાનું પેલી બાજુ (હિંદુ વિસ્તારમાં)જાય તો કોઈ કામનું નથી. એમને દવાખાનાની જરૂર જ નથી! હું મુસ્લિમ સમાજના લીધે ધારાસભ્ય બન્યો છું.
ગુજરાત ભાજપના જનરલ સેક્રેટરી પ્રદિપસિંહ વાઘેલાએ પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ ઉપર ખેડા જિલ્લાની મહુધા બેઠક પરના સીટિંગ ધારાસભ્ય ઈન્દ્રજીતસિંહ પરમારનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં ઈન્દ્રજીતસિંહ ઉપસ્થિત લોકોને કહી રહ્યાં છે કે,“ઘણાં મુસ્લિમ બિરાદરો એવી અફવા ફેલાવે છે કે, આપણા ધારાસભ્ય આપણી સાથે નથી. મારા માટે તમે અલ્લાહ સમાન છો, મારા મા-બાપ છો. આ દવાખાનું ત્યાં જાય તો કંઈ કામનું નથી.તેઓ પ્રાઈવેટ દવાખાનામાં જ દવા કરાવતા હોય છે. ખાલી આ મુસ્લિમ સમાજ જ એવો છે, જે આરોગ્ય કેન્દ્રમાં જાય છે. હું ધારાસભ્ય બન્યો છું, તે આપ સૌના પ્રતાપે છે. મુસ્લિમ સમાજે મને પેટીઓ ભરીને મત આપ્યાં છે. હવે હું બાંહેધરી આપું છું કે, ત્યાં એ દવાખાનું નહીં થવા દઉ.