અત્યાર સુધીમાં તમે બિહારમાં લોખંડના પુલની ચોરી, રેલ એન્જીની ચોરીના સમાચાર સાંભળ્યા હશે, પણ આ અનોખી ચોરી વિશે સાંભળીને આપ પણ ચોંકી જશો. આ ચોરી રાજધાની પટનામાં થઈ છે. પટનામાં ચોરે શહેરની વચ્ચોવચ આવેલા એક મોબાઈલ ટાવરને ચોરી લીધો. ટાવરની ચોરી થવાની આ ઘટનાનો ખુલાસો ત્યારે થયો જ્યારે કંપનીના સ્ટાફ દ્વારા ગર્દનીબાદ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો હતો.
ઘટના ગર્દનીબાદ પોલીસ સ્ટેશનના લાલપુર રાજપૂતાનાની છે. ચોર ટોળકીએ ખુદ મોબાઈલ ટાવર કંપનીના કર્મચારી હોવાની વાત કહીને ટાવર ખોલી નાખ્યો અને 20 લાખનો ટાવર બે દીવસમાં ખોલી નાખ્યો અને તેને પિકઅપમાં ભરીને લઈ ગયા. જમીન માલિકે બાકીને રૂપિયા માગ્યા તો, કહ્યું કે, કંપની બંધ થઈ ગઈ છે અને ટાવરના સ્ક્રેપને વેચીને આપના પૈસા પાછા આપી દેશે. પટના પોલીસે આ મામલે તપાસ શરુ કરી છે અને તપાસમાં લાગી ગઈ છે. જે ટાવર ચોરી થયો છે, તે એરસેલ કંપનીનો હોવાનું કહેવાય છે.
આ અગાઉ પણ આવી જ એક ઘટના રોહતાસમાં 2022 એપ્રિલમાં થઈ હતી, જ્યારે સિંચાઈ વિભાગનો લોખંડનો પુલ ચોરીને લઈ ગયા હતા. મોબાઈલ ટાવર વિશે કહેવાય છે કે, આ મોબાઈલ ટાવર બદ્રીનાથ સિંહની પત્ની મધુમતી દેવીના નામ પર હતો. બદ્રીનારાયણનું નિધન થઈ ચુક્યું છે. મનમતીના દીકરા વિનોદ સિંહે જ્યારે ટાવર ખોલવા આવેલા લોકોને પુછ્યું તો, તેમણે કહ્યું કે, તેઓ કંપનીના કર્મચારી છે. અને હવે આ ટાવર કામ કરતો નથી. એટલા માટે તેઓ લઈ જઈ રહ્યા છે. કંપનીના અધિકારી જ્યારે પહોંચ્યા તો, જોયું કે, ટાવર નથી. પૂછપરછમાં વિનોદે તેમણે જણાવ્યું છે કે, કંપનીના કર્મચારી આવ્યા અને લોકો મોબાઈલ ટાવર ખોલી રહ્યા હતા.
જમીન માલિકે જણાવ્યા અનુસાર, છેલ્લા પાંચ વર્ષથી મોબાઈલ ટાવરનું ભાડૂ નહોતુ મળતુ અને 15 વર્ષ પહેલા એરસેલ કંપની તરફથી મોબાઈલ ટાવર લગાવવા માટે જમીન લેવામાં આવી હતી. દર મહિને 10 હજાર ભાડૂ નક્કી કર્યું હતું. એરસેલ જ્યારે બંધ થઈ તેને જીટીએલના હવાલે કરી દીધી. એક વાર પણ જીટીએલના લોકોએ તેની જાણકારી જમીન માલિકને આપી નહીં. કંપનીનું લગભગ સાત લાખનં બાકી ભાડૂ જમીન માલિકને આપવાનું બાકી છે. રકમ માટે કંપનીને ત્રણ વાર લીગલ નોટિસ જમીન માલિક તરફથી આપવામાં આવી છે.