ગુજરાત વિધાનસભા ચૂંટણીની બાગડોર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંભાળી છે, છેલ્લા બે દિવસથી પ્રધાનસેવક સતત પ્રચારમાં વ્યસ્ત છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સર્કિટ હાઉસમાં મહત્વની બેઠક કરી હતી. તેમણે પહેલા પદાધિકારીઓ સાથે અને બાદમાં ઉધોગપતિ સાથે બેઠક કરી હતી.
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 4 શહેરોંમાં ચૂંટણી સભા સંબોધશે. આ વખતે આમ આદમી પાર્ટીની રાજ્યમાં એન્ટ્રી થતા સમીરરણો બદલાઇ શકે તેવા હોવાના લીધે ભાજપે મેગા પ્રચારની રણનીતિ બનાવીને એકશન મોડ પર જોવા મળી રહી છે.આજેપણ અનેક રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતની ધરા પર પ્રચાર કરવા આવી પહોચ્યા છે.





