ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં પ્રથમ તબક્કા માટે કાલે ગુરુવારે મતદાન થશે. મતદાન માટે તંત્રએ આખરી કામગીરી હાથ ધરી ભાવનગર જિલ્લાની સાતેય બેઠક પર આજે જુદી જુદી કામગીરી માટે સ્ટાફને ફરજ સોંપણી કરી મતદાન બુથ પર રવાના કર્યો હતો. આજે સવારે દરેક અધિકારી કર્મચારીને જીલા સ્તરેથી ફરજ સોંપણી થઈ હતી આ સાથે સીલ પેક ઇવીએમ અને અન્ય જરૂરી સાહિત્ય ફાળવાયું હતું. મોટાભાગના મતદાન બુથ પર બપોર સુધીમાં જ સ્ટાફ પહોંચી જશે.



પ્રથમ તબક્કામાં સમાવિષ્ઠ ભાવનગર જિલ્લાની 7 વિધાનસભા બેઠકની ચૂંટણી તા. 1 ડિસેમ્બરને ગુરૂવારે યોજાશે. ભાવનગર પશ્ચિમ, ભાવનગર પૂર્વ, ભાવનગર ગ્રામ્ય, મહુવા, તળાજા, ગારિયાધાર, પાલિતાણા વિધાનસભાની બેઠકના અધિકારી-કર્મચારીઓને મતદાન મથક પર કામગીરીના ઓર્ડર આપવામાં આવશે. કર્મચારીઓને જે વિધાનસભામાં ફરજ માટેનો ઓર્ડર આજે ઇસ્યુ થયા હતા. કર્મચારીઓને કયાં મતદાન મથક પર કામ કરવાનુ છે તે અગાઉ કહેવામાં આવતુ નથી.
કર્મચારીઓને ઓર્ડર અને ઇવીએમની ફાળવણી થઈ ગયા બાદ તેઓને મતદાન મથક પર રવાના કરવામાં આવ્ય હતા. ગામડાની બેઠક અથવા દુર ઓર્ડર થયા હોય તેવા મોટાભાગના કર્મચારીઓ આજે સાંજે જ મતદાન મથક પહોંચી જશે, જયારે શહેરમાં ઓર્ડર થયા હોય તેવા સ્થાનિક કર્મચારીઓ વહેલી સવારે મતદાન મથકે પહોંચી જતા હોય છે. કર્મચારીઓ મતદાન મથક પર જઈ ઇવીએમ, ટેબલ વગેરે ગોઠવવાની કામગીરી કરતા હોય છે. કર્મચારીઓને મતદાન મથક સુધી પહોંચાડવા બસ, જીપ સહિતના વાહનની વ્યવસ્થા કરવામાં આવેલ છે. કર્મચારીઓ મતદાન મથકે પહોંચી મતદાન મથક તૈયાર કરશે અને રાત્રીના સમયે ત્યાં જ રોકાશે. આગામી ગુરૂવારે સવારે 8 કલાકે મતદાનનો પ્રારંભ થશે. સાંજના 5 કલાક સુધી મતદાન ચાલશે.
ભાવનગર જિલ્લાની સાત વિધાનસભા બેઠક પર કુલ 8858 કર્મચારી ફરજ બજાવશે. જિલ્લામાં 1868 મતદાન મથક છે, જેમાં 1868 પ્રિસાઈડીંગ ઓફીસર, 1868 પીઆર, 1868 પીઓ-1, 1386 પીઓ, 1868 એફપીઓ, 1868 પીઇઓએન સહિતના કર્મચારીઓ ચૂંટણીની કામગીરી કરશે. બે દિવસ કર્મચારીઓ મતદાનની કામગીરીમાં વ્યસ્ત જોવા મળશે.