અમરેલીમાં પરેશ ધાનાણીએ મોઘવારી મુદ્દાને ધ્યાનમાં લઇને સાઇકલ પાછળ ગેસ સિલિન્ડર સાથે મતદાન કરવા નીકળ્યા હતા અને ગેસ સિલિન્ડરના ભાવ આસમાને પહોચ્યા છે. ગેસ સિલિન્ડર પર ભાવની સરખામણીનો પોસ્ટર ચોટાડીયો છે, જોઇ શકાય છે કે તે મોંઘવારીના મુદ્દા તરફ લોકોનો ધ્યાન ખેંચવા આગવી સ્ટ્રેજી અપનાવીને મતદાન મથકે પહોચ્યા હતા.