ગઇકાલે તા.૧લી ડિસેમ્બરે રાજ્યની ૮૯ બેઠકોની સાથે ભાવનગર જિલ્લાની ૭ બેઠકોની વિધાનસભાની ચૂંટણી યોજાઇ હતી જેનું મતદાન પૂર્ણ થયા બાદ તમામ બેઠકો પરથી સીલ કરેલા ઇવીએમ મશીનો મત ગણતરી સ્થળ વિદ્યાનગર Âસ્થત સરકારી એÂન્જનિયરીંગ કોલેજ ખાતે ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ડી.કે. પારેખની દેખરેખ હેઠળ ચુસ્ત બંદોબસ્ત સાથે લાવવામાં આવ્યા હતાં અને સ્ટ્રોંગ રૂમમાં મુકવામાં આવ્યા હતાં. હવે ૮મી ડિસેમ્બર મત ગણતરી સુધી તમામ ઇવીએમ લોખંડી બંદોબસ્ત વચ્ચે સ્ટ્રોંગ રૂમમાં કેદ રહેશે. તંત્ર દ્વારા સ્ટ્રોંગ રૂમમાં સીસીટીવી કેમેરાથી પણ બાજ નજર રાખવામાં આવી રહી છે.