ગુજરાત વિધાનસભાના બીજા અને છેલ્લા તબક્કામાં આજે 93 વિધાનસભા બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. આ દરમ્યાન આળસના કારણે મતદાન નહીં કરનાર મતદારો માટે અનેક દાખલારૂપ કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના નારણપુરા ખાતે 72 વર્ષીય રાકેશ શાહ ઓકશીજન સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. આ 93 વર્ષના વૃદ્ધ મહિલા વહિલચેરમાં મતદાન કરવા આવ્યા હતા. વૃદ્ધ મહિલાના મતદાનનો ઉત્સાહ એવો હતો કે તેમણે દીકરા પાસે મતદાન કરવાની જીદ કરી હતી. જેને લઈ હવે મતદાતા માટે બા પ્રોત્સાહન રૂપ બન્યા છે.