શહેરના જવાહર મેદાન ખાતે નાનાલાલ ભવાનભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ જયંતભાઈ વનાણી (બુધાભાઈ પટેલ) દ્વારા પૂજ્ય મોરારીબાપુના વ્યાસાસને રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજે ત્રીજા દિવસે ભાવનગર રાજવી પરિવારના સભ્યો, ઉદ્યોગપતિઓ અને રાજકીય આગેવાનો સહિત હજારોની સંખ્યામાં કથા શ્રવણ કરવા લોકો ઉમટી પડ્યા હતા.
તારીખ ૩ થી ૧૧ ડિસેમ્બર દરમિયાન ભાવનગર શહેરના જવાહર મેદાન ખાતે પૂજ્ય મોરારીબાપુની રામકથા નું નાનાલાલ ભવાનભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજે ત્રીજા દિવસે પૂજ્ય બાપુએ કથાનું રસપાન કરાવ્યું હતું કથાના પ્રારંભે ભાવનગર રાજવી પરિવારના સભ્યો, અગ્રણી ઉદ્યોગપતિ અને લીલા ગૃપના ચેરમેન કોમલકાંત શર્મા તેમજ રાજકીય આગેવાનોએ પૂજ્ય બાપુનું સ્વાગત કર્યું હતું જ્યારે બાપુએ શાલ ઓઢાડી સન્માન કર્યૃ હતુ. દરરોજ સવારે ૧૦થી ૧-૩૦ સુધી ભાવેણાવાસીઓને મોરારિબાપુ કથા શ્રવણનો લાભ આપી રહ્યા છે. ૧૧ ડિસેમ્બરે કથાની પુર્ણાહુતી કરાશે.