ભાજપ અને આમ આદમી પાર્ટી માટે નાકનો સવાલ બનેલી દિલ્હીની પ્રતિષ્ઠિત દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (એમસીડી)ની કુલ 250 બેઠકો માટે મતદાન થયું હતું. 7 તારીખે એમસીડીની ચૂંટણીનું પરિણામ આવવાનુ છે પરંતુ તે પહેલા તેનો એક્ઝિટ પોલ સામે આવ્યો છે. એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટીને 149-171, ભાજપને 69-91 અને કોંગ્રેસને 3-7 બેઠકો મળવાનું અનુમાન કરાયું છે.
એમસીડી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી માટે સારા સમાચાર આવી રહ્યા છે. એક્ઝિટ પોલ મુજબ 46 ટકા મહિલાઓએ આપને વોટ આપ્યો છે. સાથે જ 40 ટકા પુરુષોએ આમ આદમી પાર્ટીને વોટ આપ્યો છે.
ઈન્ડિયા ટુડે એક્સિસ માય ઈન્ડિયાના મતે આ ચૂંટણીમાં ભાજપ પાછળ રહી જાય તેવું લાગી રહ્યું છે. એક્ઝિટ પોલ મુજબ ભાજપને માત્ર 34 ટકા મહિલાઓએ જ મત આપ્યો હતો, જ્યારે 36 ટકા પુરુષોએ મતદાન કર્યું હતું.કઈ પાર્ટીએ કેટલા ઉમેદવારો ઉતાર્યાં હતા
એમસીડીની ચૂંટણી કુલ 382 અપક્ષ ઉમેદવારોએ લડી હતી. ભાજપ અને આમ આદમી પાર્ટીએ તમામ 250 બેઠકો પર પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા, જ્યારે કોંગ્રેસે માત્ર 247 ઉમેદવારો ઊભા રાખ્યા હતા. આ ઉપરાંત જેડીયુના 23 ઉમેદવારો પણ મેદાનમાં હતા. અસદુદ્દીન ઓવૈસીના એમિમે પણ ૧૫ ઉમેદવારો ઉભા રાખ્યા હતા. બસપાએ 174, ઇન્ડિયન મુસ્લિમ લીગે 12, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા 3, ઓલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લોક 4, એનસીપીએ 29 અને સપા, લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ને એક-એક બેઠક પર ઉમેદવાર ઉતાર્યા છે.
કઈ પાર્ટીને કેટલી બેઠકો મળવાનું અનુમાન
AAP : 149-171 (43%)
BJP : 69-91(35%)
INC : 3-7(10%)