ગુજરાત વિધાનસભા ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન સાંજે 5 વાગે પૂર્ણ થઈ ગયું છે. બીજા તબક્કાના અંતે 58.80 ટકા મતદાન થયું છે. હવે ગુજરાત વિધાનસભા ચૂંટણી અને હિમાચલ પ્રદેશ વિધાન સભા ચૂંટણીના એક્ઝિટ પોલ આવવા લાગશે. હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બરે સિંગલ ફેઝમાં મતદાન થયું હતું. બંને રાજ્યોના પરિણામ 8 નવેમ્બરે આવવાના છે. ત્યારે સ્પષ્ટ થઈ જશે કે બંને રાજ્યોમાં કોની સરકાર બને છે. પરંતુ એક્ઝિટ પોલના આધારે પણ રિઝલ્ટ ઘણું ખરું સ્પષ્ટ થઈ જવાની શક્યતા છે.
એબીપીનો એક્ઝિટ પોલ સી વોટરના સહયોગથી કર્યો છે. જેમાં 182 વિભાનસભા સીટ પરના 30 હજાર મતદારોને પૂછવામાં આવ્યું છે. જેમાં માર્જિન ઓફ એરર પ્લસ-માઇનસ 3 ટકા જેટલી રાખવામાં આવી છે.