12 નવેમ્બર 2022ના દિવસે હિમાચલપ્રદેશ વિધાનસભાની 68 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી પરંતુ તે વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ પણ જાહેર થઈ હોવાથી આચારસંહિતાને કારણે હિમાચલનું પરિણામ જાહેર કરવામાં આવ્યું નહોતું પરંતુ હવે 8 ડિસેમ્બરે તેનું પરિણામ જાહેર થવાનું છે પરંતુ તે પહેલા એક્ઝિટ પોલનો વર્તાવો આવ્યો છે એટલે કે કઈ પાર્ટીને કેટલી બેઠક મળશે તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.
2017માં હિમાચલ પ્રદેશના એક્ઝિટ પોલ લગભગ સાચા પડ્યાં હતા. ટુડેઝ ચાણક્ય અને ઇન્ડિયા ટુડે-એક્સિસ માય ઇન્ડિયાએ ભાજપની જીતની આગાહી કરી હતી. ગત ચૂંટણીમાં હિમાચલમાં ભાજપે મોટી જીત નોંધાવી હતી. હિમાચલ પ્રદેશમાં છેલ્લા પાંચ વર્ષથી ભાજપ સત્તામાં છે. દરેક વખતે સરકાર બદલવાનો ટ્રેન્ડ રહ્યો છે. આ કારણે કોંગ્રેસમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 68માંથી 44 બેઠકો જીતી હતી. આ સાથે જ કોંગ્રેસને 21 સીટો મળી હતી.