ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકો માટેની બે તબક્કામાં ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ રાજ્યભરમાં એક્ઝિટ પોલની પરમાર શરૂ થઈ જવા પામે છે અને લગભગ તમામ એક્ઝિટ પોલમાં ગુજરાતમાં ભાજપને ૧૨૫થી વધુ બેઠકો મળશે તેવા દાવા કરવવામાં આવી રહ્યા છે જ્યારે સટ્ટા બજારમાં ભાજપને ૧૧૫ થી ૧૧૭ બેઠકો મળશે તેવું મનાઈ રહ્યું છે.
તારીખ ૧ ડિસેમ્બરે ૮૯ બેઠક અને પાંચ ડિસેમ્બરે ૯૩ બેઠક મળી ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠક માટે બે તબક્કામાં મતદાન થયું હતું ૧૮૨ બેઠક પર સરેરાશ ૬૧% થી વધુ મતદાન થવા પામ્યું છે જો કે ગત ચૂંટણી કરતા મતદાનની ટકાવારી ઓછી રહેવા પામી છે ગઈકાલે તારીખ પાંચના રોજ સાંજે બીજા તબક્કાનુ મતદાન પૂર્ણ થવાની સાથે જ રાજ્યભરમાં એક્ઝિટ પોલ શરૂ થવા પામ્યા છે જેમાં ભારતીય જનતા પાર્ટીને ૧૨૫ થી ૧૪૦ બેઠકો મળશે તેવું લગભગ તમામ એક્ઝેટ પોલમાં દર્શાવાય રહ્યું છે ઉપરાંત કોંગ્રેસને ૨૫ થી ૫૦ અને આમ આદમી પાર્ટીને ૫ થી ૧૫ સીટ મળશે તેવું એક્ઝિટ પોલમાં ગણાવાઈ રહ્યું છે.
ગત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાંથી ભાજપને ૯૯ બેઠકો મળી હતી અને આ વખતે ૧૨૫ થી વધુ બેઠકો મળશે તેવું એક્ઝિટ પોલ માં દર્શાવાય રહ્યું છે ત્યારે જો ભાજપને ૧૨૫ સુધી બેઠક મળે તો રેકોર્ડ સર્જાશે ભાજપની બેઠકો વચ્ચે તેમાં કોંગ્રેસને સીધું જ નુકસાન થવા પામે છે આ ઉપરાંત એક્ઝિટ પોલમાં દર્શાવાયા મુજબ આમ આદમી પાર્ટી પણ પાંચથી ૧૫ સીટો મેળવી શકે છે જો તે શક્ય બન્યું તો તે સીધું જ કોંગ્રેસને નુકસાન થશે એક્ઝિટ પોલ ઉપરાંત સટ્ટા બજાર પણ ભાજપને ૧૧૫ થી ૧૧૭ બેઠકો મળશે તેવું માની રહ્યું છે.ભાવનગર જિલ્લાની વાત કરીએ તો ભાજપ ૬-૧નો રેસીયો જાળવી રાખશે કે કેમ? તે અંગે ભારે ચર્ચાઓ થઈ રહી છે. આ વખતે ગુજરાત વિધાનસભામાં આમ આદમી પાર્ટીનો પગ પેસારો થશે તેવુ મનાઈ રહ્યું છે. ત્યારે એક્ઝીટ પોલ અને સટ્ટા બજાર હજૂ ૮મી ડિસેમ્બર મત ગણતરી સુધી ચર્ચામાં રહેશે.