ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત સાથે ભાજપે તમામ રેકોર્ડ તોડી દીધા છે. ગુજરાતમાં કયા પક્ષને કેટલા મત મળ્યા તેના આંકડા સામે આવ્યા છે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી 2022ના પ્રથમ અને બીજા એટલે કે બે તબક્કાના મતદાનમાં ગુજરાતમાં 3.13 કરોડ મતદાન કર્યું હતું. જેમાંથી સૌથી વધુ ભાજપને 1.67 કરોડ મત મળ્યા છે. તો બીજા નંબર પર કોંગ્રેસને કુલ 86.83 લાખ મળ્યા છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં યુવા-વૃદ્ધો સાથે પુરુષ અને સ્ત્રી મળીને કુલ 3.13 કરોડ લોકોએ મતદાન કર્યું હતું. આ ચૂંટણીમાં સૌથી વધુ મત ભાજપને મળ્યા છે. ભારતીય જનતા પાર્ટીને 1.67 કરોડ મત મળ્યા છે. 1.67 કરોડ મત સાથે ભાજપનો વોટ શેર 52.50 ટકા થયો છે. આ તરફ સૌથી વધુ મત ભાજપને મળ્યા બાદ કોંગ્રેસ બીજા સ્થાને છે. આ ચૂંટણીમાં કોંગ્રેસને કુલ 86.83 લાખ મળ્યા છે. જેને લઈ હવે કોંગ્રેસનો વોટશેર 2017 કરતા ઘટીને 27.30 ટકા થયો છે.
ગુજરાત ચૂંટણીમા કોંગ્રેસને પણ કંઈ ઓછું નુકશાન નથી વેઠવું પડ્યું. કોંગ્રેસ ફક્ત 17 બેઠકો પર સમેટાઈ ગઈ છે પરંતુ તેનાથી ચોંકાવનારી વાત એ છે કે તેના 44 ઉમેદવારો એક સિંગલ વોટ પણ મેળવી શક્યા નથી અને ડિપોઝીટ ગુમાવીને દઈને રહ્યાં.