ગુજરાતમાં ભાજપની પ્રચંડ જીત બાદ હવે નવી સરકારની શપથવિધિની કવાયત શરૂ થઈ ગઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગમે ત્યારે રાજ્યપાલની મુલાકાત લઈ તેઓ સરકાર રચવાનો દાવો કરશે. આ તમામ પ્રક્રિયા પહેલા મુખ્યમંત્રી સહિત આખું મંત્રીમંડળ રાજીનામું આપશે. આ તરફ જે શપથવિધિ માટે દિવસ નક્કી કરવામાં આવે તે જ દિવસે ધારાસભ્ય દળની બેઠક મળશે.
હવે આગામી દિવસોમાં ધારાસભ્ય દળની બેઠકને લઈ નિર્ણય થશે. આ સાથે પાર્ટી હાઈકમાન્ડ અને PMO સાથે ચર્ચા થશે. તો વળી શપથવિધિના દિવસે ક ધારાસભ્ય દળની બેઠક મળી શકે છે. આ તરફ પક્ષના નેતા તરીકે ભુપેન્દ્ર પટેલની વરણી થશે. તો વળી હવે ગમે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલને મળી સરકાર રચવાનો દાવો કરશે.
ગુજરાતમાં ભાજપની ભવ્ય જીત બાદ હવે નવી સરકારની રચના માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મંત્રીઓ રાજીનામુ આપશે. આ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલ સામે સરકાર રચવાનો દાવો કરશે. જોકે કેર ટેકર સરકાર તરીકે કામગીરી ચાલુ રહેશે. મહત્વનું છે કે, શપથવિધિ પહેલા સમગ્ર મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળ રાજીનામું સોંપશે. તો વળી શપથવિધિ પૂર્ણ થયા બાદ પ્રથમ કેબિનેટ બેઠકમાં ખાતાઓની વહેંચણી થશે.
12 ડિસેમ્બરે નવી સરકારની શપથવિધિ
ભાજપની ભવ્ય જીતની કમલમમાં ભવ્ય ઉજવણી કરવામા આવી હતી. જીત બાદ સીઆર પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે એકબીજાને મીઠાઈ ખવડાવીને મોઢા મીઠા કરાવ્યા હતા. જે બાદમાં 12 ડિસેમ્બરના રોજ નવી સરકારની શપથવિધિ સમારોહની જાહેરાત કરાઈ હતી. જોકે અહી શપથવિધિ કયા યોજાશે તેને લઈને પણ અનેક ચર્ચાઑ છે. નવી સરકારની શપથવિધિ સંભવિત રીતે અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કે ગાંધીનગરમાં હેલિપેડ ગ્રાઉન્ડ પર શપથવિધિ સમારોહ યોજાઇ શકે છે. પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ શપથવિધિ સમારોહમાં હાજર રહેશે અને 12મીએ ભૂપેન્દ્ર પટેલ જ મુખ્યમંત્રી પદના શપથ લેશે.