ભાવનગર ગ્રામ્ય બેઠક પરથી ચૂંટણી લડી રહેલા ભાજપના બાહુબલી ઉમેદવાર પરશોત્તમ સોલંકીએ આ વખતે સૌથી વધુ લીડ સાથે વિજેતા બનવાનો રેકોર્ડ સજ્ર્યો છે. આ સાથે જ સૌથી વધુ લીડ મેળવવાનો પોતાનો રેકોર્ડ પોતે આ ચૂંટણીમાં તોડ્યો છે. ભાવનગર જિલ્લાની સાત બેઠકની સરખામણીએ પરશોત્તમ સોલંકીએ આ ચૂંટણીમાં તેના પ્રતિસ્પર્ધી ઉમેદવારથી ૭૩,૯૩૮ મત વધુ મેળવ્યા હતાં.
જ્યારે બીજા ક્રમે ભાવનગર પૂર્વમાં નવા સવા ઉમેદવાર સેજલબેન પંડ્યાએ પણ ૬૨,૫૫૪ મતની લીડ સાથે જીતી ઇતિહાસ સજ્ર્યો છે. પરશોત્તમભાઇ સોલંકીને કુલ ૧૧૬૦૩૪ મત મળ્યા હતાં. જ્યારે સેજલબેન પંડ્યાને ૯૮૭૦૭ મત મળ્યા હતાં. ગ્રામ્યના ઉમેદવાર પરશોત્તમભાઇ દરેક વખતે નોંધનીય લીડ સાથે જીતતા આવ્યા છે પરંતુ આ વખતે તેમણે જ તેમનો રેકોર્ડ તોડી નાખ્યો હોવાનું જાણવા મળ્યું છે.