અમરેલીમાં મોતિયા ઓપરેશનમાં દર્દીઓની રોશની દૂર થવાનો મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે તેમણે કહ્યું કે 17 ઓપરેશનમાંથી 12 દર્દીઓને ઈન્ફેક્શન થયા છે, સુડો મોનાર્ક બેક્ટેરિયાના કારણે ઈન્ફેક્શન થયાનુ પ્રાથમિક કારણ સામે આવ્યું છે જો કે બે દર્દીઓ સાજા થઈ ગયા છે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યો છે તેમણે કહ્યું કે, શાંતા બા મેડિકલ હોસ્પિટલમાં 4 દિવસમા 17 ઓપરેશન થયા હતાં જેમાં 17 ઓપરેશનમાંથી 12 દર્દીઓને ઈન્ફેક્શન થયું છે. તેમણે કહ્યું કે, સુડો મોનાર્ક બેક્ટેરિયાના કારણે ઈન્ફેક્શન થયાનુ પ્રાથમિક કારણ જણાય છે અને બે દર્દીઓ સાજા થયા છે અને 6 દર્દીઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે તેમણે કહ્યું કે, 2 દર્દીઓને નગરી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. 2 ભાવનગર, 2 રાજકોટ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.
અમરેલીની શાંતાબા હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. ઓપરેશન બાદ 25 દર્દીની આંખોની રોશની જતી રહી હોવાનું મોટો આરોપ સામે આવ્યું છે. જે બાદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તો બીજી તરફ સંમગ્ર મામલે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ આર એમ જીતિયાનો ખુલાસો પણ સામે આવ્યો છે.