Friday, July 4, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજરાતમાં ભાવનગર જીલ્લામાં સૌથી વધુ ગેરકાયદે ધાર્મિક દબાણ: મહાનગરોમાં રાજકોટ

જાહેર માર્ગો પરના ધાર્મિક દબાણ હટાવવા 16 વર્ષ પૂર્વે આદેશ થયો હતો: હાઈકોર્ટ આકરા પાણીએ : કાલે સુનાવણી

aaspassdaily by aaspassdaily
2022-12-14 11:42:00
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં જાહેર માર્ગો પરથી અનઅધિકૃત ધાર્મિક દબાણો હટાવી દેવાના આદેશના 16 વર્ષ બાદ ગુજરાત સરકારે અનઅધિકૃત દબાણો તથા સરકારે કરેલી કામગીરીનો જવાબ માંગ્યો જ છે ત્યારે મહાનગરો પૈકી સૌથી વધુ ધાર્મિક દબાણો રાજકોટમાં હોવાનું આંકડાકીય રીપોર્ટ પરથી સુચવાય છે.
જાહેર માર્ગો પર અડચણ સર્જતા અનઅધિકૃત ધાર્મિક દબાણો હટાવવા હાઈકોર્ટે આદેશ કર્યો હતો ત્યારે મામલો સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો હતો. સર્વોચ્ચ અદાલતે કામચલાઉ મનાઈ હુકમ આપ્યા બાદ તમામ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોને પણ આવરી લઇને ગેરકાયદે ધાર્મિક દબાણો દુર કરવા વખતોવખત આદેશ કર્યો હોવાનું આ કેસના એમીયસ ક્યુરી એડવોકેટ પિતાંબર અમીચંદાણીએ જણાવ્યું હતું.
સર્વોચ્ચ અદાલતે આ પછી કેસ સંબંધિત હાઈકોર્ટને પરત કર્યા હતા. અને સરકારની કામગીરી મોનીટર કરવા તથા સુચના આપવાની તાકિદ કરી હતી. કોરોના કાળ પૂર્વે આ કેસ સુનાવણીમાં આવ્યો ત્યારે રાજ્ય સરકારે રીપોર્ટ સોંપ્યો હતો. ત્રણ વર્ષ બાદ ફરી કેસ સુનાવણીમાં આવતા જસ્ટીસ અરવિંદકુમાર તથા જસ્ટીસ આશુતોષ શાસ્ત્રીએ વર્તમાન સ્ટેટસ રીપોર્ટ માંગ્યો છે.
રાજ્ય સરકારે જવાબ આપવા એક સપ્તાહનો સમય માંગ્યો હતો. ત્યારે અદાલતે એવી ટકોર કરી હતી કે ચાર વર્ષનો સમય તો મળ્યો જ હતો. હવે સુનાવણી ગુરુવારે-આવતીકાલે થશે.
હાઈકોર્ટમાં સરકારે અગાઉ પેશ કરેલા રીપોર્ટ મુજબ રાજ્યના આઠ કોર્પોરેશન વિસ્તારમાં 5264 અનઅધિકૃત ધાર્મિક બાંધકામ હોવાનું દર્શાવ્યું હતું તેમાં સૌથી વધુ 2110 રાજકોટમાં હોવાનું જાહેર કર્યું હતું. 31 માર્ચ 2017નો આ રીપોર્ટ છે. જીલ્લાઓમાં 14505 ગેરકાયદે ધાર્મિક બાંધકામો હોવાનું જણાવાયું હતું. જુલાઈ 2019માં આ સંખ્યા 14330 દર્શાવવામાં આવી હતી.
સરકારના રીપોર્ટ પ્રમાણે રાજ્યમાં સૌથી વધુ 3264 ગેરકાયદે ધાર્મિક દબાણો ભાવનગર જીલ્લામાં છે. ડાંગમાં આ સંખ્યા 19ની છે. અરવલ્લીમાં 7, ગીર સોમનાથમાં 3, જુનાગઢમાં 2 છે. ગાંધીનગર કોર્પોરેશન તથા છોટા ઉદેપુર જીલ્લામાં આવા એકપણ ગેરકાયદે ધાર્મિક દબાણ નથી.

8 મહાનગરોમાં ગેરકાયદે ધાર્મિક દબાણ
રાજકોટ-2110 * અમદાવાદ-1601 * સુરત-429 * વડોદરા-393 * ભાવનગર-393 * જામનગર-331 * જુનાગઢ-7 * ગાંધીનગર-0

Tags: dharmik dabandistrictgujarat
Previous Post

કોરોના વોરીયર્સના વીમા અંતર્ગત 2302 દાવામાં 50-50 લાખ રૂપિયા ચૂકવણી કરાઈ: કેન્દ્ર

Next Post

બિહારમાં ઝેરી દારૂના કારણે 10ના મોત, અનેકની હાલત ગંભીર

aaspassdaily

aaspassdaily

Related News

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,
તાજા સમાચાર

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,

July 4, 2025
કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો
તાજા સમાચાર

કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો

July 4, 2025
સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ
તાજા સમાચાર

સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ

July 4, 2025
Next Post
બિહારમાં ઝેરી દારૂના કારણે 10ના મોત, અનેકની હાલત ગંભીર

બિહારમાં ઝેરી દારૂના કારણે 10ના મોત, અનેકની હાલત ગંભીર

ચીનનું જાસૂસી યુદ્ધ જહાજ હિન્દ મહાસાગર ક્ષેત્રની બહાર

ચીનનું જાસૂસી યુદ્ધ જહાજ હિન્દ મહાસાગર ક્ષેત્રની બહાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.