ભાવનગર શહેરમાં મુખ્ય બજાર શાકમાર્કેટ જેવા વિસ્તારોમાં ટ્રાફિક સમસ્યા ની પરમાર યથાવત રહી છે ઉભા રહેતા લાડી ધારકો અને પાછળના વાળાઓને નિયંત્રણમાં રાખવા મહાપાલિકા તંત્ર વામણું પુરવાર થયું છે અથવા તો કોઈ ચોક્કસ કારણોથી કાર્યવાહી નથી થઈ રહી. શેરની બજારમાં ખરીદી માટે આવતા નગરજનો તેમજ અહીંથી પસાર થતાં રાહદારીઓને આ રસ્તો એટલે મોટો પડકાર બની રહે છે
શહેરના ઘોઘાગેટચોકમાં ફ્રુટના લારી ધારકો ટ્રાફિકની અડચણ થાય એ રીતે ઊભા રહે છે, વાહન ચાલકોએ પસાર થવું મુશ્કેલ બને છે. અહી ટ્રાફિક પોલીસ ઊભી રહે છે, વાહનો પર નિયંત્રણ કરી રહી છે પરંતુ લારી ધારકોને કોઈ કહેતું નથી.! તેવી ફરિયાદ ઉઠી છે. આ જ રીતે બજારમાં છેક ખારગેટના ચોક સુધી સ્થિતિ છે. અહી પાથરણાં વાળાઓ નો પગદંડો જામેલો રહે છે. લોકોને ચાલવા ફૂટપાથ તો રહી જ નથી, બજારમાં નીકળવું એ પણ અગ્નિ પરીક્ષા ગણાય છે.!
શાક માર્કેટમાં પણ માર્કેટની બહાર સમાંતર માર્કેટ ભરાય છે. જેમાં લારી ધારકો એક સાઈડ ઊભા રહીને વેપાર કરે છે પરંતુ વચ્ચે વચ્ચે પાથરણાં વાળા કબજાે જમાવે છે, જે સમગ્ર વ્યવસ્થા ડામાડોળ કરવા સાથે ટ્રાફિક સમસ્યા સર્જે છે. પરંતુ નથી પોલીસની કાર્યવાહી થતી કે નથી મહાપાલિકા તંત્ર કંઇ ધ્યાન આપતું. બંને વિભાગો દ્વારા અસરકારક કામગીરી કરી કોઈના વેપાર ધંધા છીનવાય નહિ પરંતુ માત્ર લારી ધારકો અને પાથરણાં વાળાઓ નિયંત્રણમાં રહે તે પ્રકારે કાર્યવાહી થાય તેવું લોકો ઇચ્છી રહ્યા છે.