ભાવનગરના સુભાષનગર વિસ્તારમાંથી જુગાર રમતા ૭ શખ્સને એલ.સી.બી.એ ઝડપી લઈ રૂ.૨૧,૯૫૦ રોકડા કબજે કરી ઘોઘારોડ પોલીસ મથકમાં તમામ વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો.
એલ.સી.બી. પોલીસ ગત મોડી રાત્રિના સમયે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે શહેરના સુભાષનગર, ભગવાનેશ્વર મહાદેવ મંદિરની પાછળના ખાંચામાં આવેલ વિજય ચોકમાં જુગાર રમતા હિરેન ઉર્ફે લાલો ગોબરભાઇ ઢાપા, ભાવેશ વનાભાઈ બારૈયા, રમેશ ખોડાભાઈ ખસિયા, રમેશ અંબારામભાઈ ગોડીયા, ઈરફાન કાસમભાઇ પરમાર, હાર્દિક ઉર્ફે રઘુ શેઠ ચંદુભાઈ રાઠોડ અને અશ્વિન ઉર્ફે દીપક શાંતિલાલ વાઘેલાને રૂ. ૨૧,૯૫૦ રોકડા સાથે ઝડપી લીધા હતા.
એલ.સી.બી.એ જુગાર રમતા તમામ ઈસમો વિરુદ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં જુગારધારાની કલમ ૧૨ હેઠળ ગુનો દાખલ કરાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.