મહુવા તાલુકાના લુસડી ગામમાં રહેતા યુવાન બે શખ્સે પાવડો અને ઇલેક્ટ્રિકના વાયર વડે હુમલો કરતા યુવકને સારવાર અર્થે મહુવા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ મહુવા તાલુકાના લુસડી ગામમાં રહેતા અને મજૂરી કામ કરતા અશોકભાઈ નારણભાઈ ચૌહાણ ( ઉં.વ.૨૫ ) પાસે તેમની સાથે કામ કરતા કિશોરભાઈ સામંતભાઈ જીતિયા એ રૂપિયાની માંગણી કરતા અશોકભાઈએ ના પાડી હતી ,જેની દાઝ રાખી કિશોરભાઈ જીતિયા અને સામતભાઈ જીતિયાએ પાવડો અને ઈલેક્ટ્રીકના વાયર વડે હુમલો કરતા અશોકભાઈને સારવાર અર્થે મહુવા હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે.
આ બનાવ અંગે અશોકભાઈએ બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા મહુવા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.