Monday, February 16, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ચીન સરહદ નજીક વાયુસેનાનું શક્તિ પ્રદર્શન

ફાઇટર જેટ, હેલિકોપ્ટર અને ડ્રોન સાથે હવાઈ ફૌજ: LAC પર બે દિવસીય કવાયત

aaspassdaily by aaspassdaily
2022-12-15 10:49:55
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચેની અથડામણ વચ્ચે ભારતીય વાયુસેના ગુરુવારથી ઉત્તર-પૂર્વમાં ચીન સરહદ નજીક બે દિવસીય (15 અને 16 ડિસેમ્બર) કવાયત કરશે. તેના લગભગ તમામ ફ્રન્ટલાઈન ફાઈટર જેટ્સ પણ આ કવાયતમાં સામેલ થશે.
કવાયતનો ઉદ્દેશ પૂર્વીય ક્ષેત્રમાં તેની કામગીરી અને ક્ષમતાઓનું પરીક્ષણ કરવાનો છે. જોકે આ કવાયતનું આયોજન ભારત અને ચીનની સેનાઓ સામસામે આવે તે પહેલા કરવામાં આવી હતી, તેથી કવાયતનો તાજેતરની અથડામણ સાથે કોઈ સંબંધ નથી. વાયુસેનાનો આ દાવપેચ તેજપુર, ચાબુઆ, જોરહાટ અને હાશિમારા એરબેઝ પર યોજાશે. આ દાવપેચ એરફોર્સના ઈસ્ટર્ન કમાન્ડ દ્વારા કરવામાં આવશે. પૂર્વોત્તર કમાન્ડ દ્વારા ચીન, બાંગ્લાદેશ અને મ્યાનમારની સરહદો પર નજર રાખવામાં આવે છે.
આવા સમયે ભારતીય વાયુસેનાની આ કવાયતને તવાંગમાં થયેલી અથડામણ સાથે પણ જોડવામાં આવી રહી છે. જોકે વાયુસેનાનું કહેવું છે કે, આ એક નિયમિત કવાયત છે અને તેની પહેલેથી તારીખ હતી અને તેને અથડામણ સાથે કોઈ લેવાદેવા નથી. આ કવાયતનો હેતુ પૂર્વીય ક્ષેત્રમાં તેની કામગીરી અને ક્ષમતાઓનું પરીક્ષણ કરવાનો છે. પૂર્વોત્તર કમાન્ડ દ્વારા ચીન, બાંગ્લાદેશ અને મ્યાનમારની સરહદો પર નજર રાખવામાં આવે છે.
સૂત્રોએ જણાવ્યું કે ભારતીય વાયુસેનાના ફ્રન્ટલાઈન ફાઈટર એરક્રાફ્ટ જેમાં સુખોઈ-30 MKI અને રાફેલ જેટ સામેલ છે તે કવાયતનો ભાગ હશે. સૂત્રએ જણાવ્યું હતું કે પૂર્વોત્તરમાં તમામ ફ્રન્ટલાઈન એર બેઝ અને કેટલાક મુખ્ય એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડ્સ (ALGs) કવાયતમાં સામેલ થશે. સૂત્રોએ એમ પણ કહ્યું હતું કે આ હવાઈ કવાયતનો ફોકસ એ વાતની પુષ્ટિ કરવાનો છે કે કોઈ ચોક્કસ પરિસ્થિતિમાં આક્રમક અને સંરક્ષણ વ્યૂહરચના કેટલી ઝડપથી લાગુ કરી શકાય છે.
અરુણાચલ અને સિક્કિમમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) સાથે પૂર્વીય લદ્દાખના સ્ટેન્ડઓફને પગલે સેના અને વાયુસેના છેલ્લા બે વર્ષથી ઉચ્ચ સ્તરની ઓપરેશનલ તૈયારીઓ જાળવી રહી છે. ભારતીય વાયુસેનાએ ગયા અઠવાડિયે અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં એલએસીની ભારત બાજુએ ચીન દ્વારા વધતી હવાઈ ગતિવિધિઓને પગલે તેના ફાઇટર જેટ ઉડાડ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે, તવાંગ સેક્ટરમાં યાંગત્સે સેક્ટરમાં એકપક્ષીય સ્થિતિને બદલવા માટે ચીની સેનાના 9 ડિસેમ્બરના પ્રયાસ પહેલા ચીન દ્વારા આ ક્ષેત્રમાં ડ્રોન સહિત કેટલાક એરિયલ પ્લેટફોર્મની તૈનાતી કરવામાં આવી હતી.

Tags: ArunachalpradeshIAF QuavayatTawang
Previous Post

વિદેશમંત્રી જયશંકરે પાકિસ્તાનની ઝાટકણી કાઢી

Next Post

ફ્રાન્સ ચોથી વખત ફાઇનલમાં

aaspassdaily

aaspassdaily

Related News

4,000થી વધુ લોકોના લાયસન્સ રદ્ કરવાનો ગૃહમંત્રીએ કર્યો હુકમ
તાજા સમાચાર

નાયબ મુખ્યમંત્રી – યુથ આઇકોન હર્ષ સંઘવી કાલે ભાવનગરમાં

February 13, 2026
આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ
આંતરરાષ્ટ્રીય

નેપાળમાં મુસાફરોને લઈને જતી બસ નદીમાં ખાબકતા 12 ના મોત

February 11, 2026
તાજા સમાચાર

વંદે માતરમ્ રાષ્ટ્રગીતને હવે રાષ્ટ્રગાન સમકક્ષ સન્માન

February 11, 2026
Next Post
ફ્રાન્સ ચોથી વખત ફાઇનલમાં

ફ્રાન્સ ચોથી વખત ફાઇનલમાં

તમામ મંત્રીઓને 100 દિવસની કામગીરીનું લક્ષ્ય

તમામ મંત્રીઓને 100 દિવસની કામગીરીનું લક્ષ્ય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.