ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભાવનગર વિભાગમાં એપ્રેન્ટીસ એક્ટ -૧૯૬૧ હેઠળ પ્રવર્તમાન નિયમાનુસાર આઈ.ટી.આઈ. મોટર મિકેનિક વ્હીકલ, ડીઝલ મિકેનિક, વેલ્ડર, ઇલેક્ટ્રિશ્યન, કોપા ટ્રેડ પાસ કરેલ ઉમેદવારો માટે એપ્રેન્ટીસ ભરતી આઈ.ટી.આઈ મેરીટ ધોરણે યોજાનાર છે.
આથી આ ટ્રેડના પ્રમાણપત્ર ધરાવતા હોય, તેવા ઉમેદવારોએ વિભાગીય કચેરી, પાનવાડી એસ.ટી.ભાવનગર ખાતેથી રૂબરૂમાં તા.૧૯ થી તા.૨૩ સુધી ૧૧ કલાકથી ૧૪ કલાક સુધીમાં કાર્યાલયના સમય દરમ્યાન અરજી પત્રક મેળવી લઇ ઓનલાઈન રજીસ્ટ્રેશનની નકલ અને શૈક્ષણિક લાયકાતના તમામ પુરાવાની સ્વ પ્રમાણિત નકલો અને રંંॅજઃ//ટ્ઠॅॅિીહંૈષ્ઠીજરૈॅૈહઙ્ઘૈટ્ઠ.ર્ખ્તિ/ તથા રંંॅજઃ//ટ્ઠહેહ્વટ્ઠહઙ્ઘરટ્ઠદ્બ.ખ્તેદ્ઘટ્ઠટ્ઠિં.ર્ખ્તદૃ.ૈહ/ર્રદ્બ બંને વેબસાઇટ પર ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવી તેની હાર્ડકોપી સહીત અરજી પત્રક તા.૨૩ના ૧૬ કલાક સુધીમાં વિભાગીય કચેરી, પાનવાડી ભાવનગર ખાતે જમા કરાવવાનું રહેશે.
મિકેનિક ટ્રેડ માટે લઘુતમ લાયકાત ધોરણ -૧૦ તથા કોપા ટ્રેડ માટે ૧૨ પાસ અને આઇ.ટી.આઇ ટ્રેડ પાસ રહેશે તેમજ જાે કોઈ ઉમેદવારએ અગાઉ કોઈ પણ જગ્યાએ એપ્રેન્ટિસશીપ કરેલ હોય કે હાલમાં એપ્રેન્ટિસશીપ ચાલુ હોય તેવા ઉમેદવારોએ અરજી કરવી નહી અને ઉમેદવાર દ્વારા આપેલ ખોટી માહિતી તથા ખોટા દસ્તાવેજ રજુ કરેલ હશે તો તેવા ઉમેદવારની અરજી તથા પસંદગી રદ કરવામાં આવશે તેમ વિભાગીય નિયામકે જણાવ્યું હતું.