આગામી ૧૭ ડીસેમ્બર શનિવારે વિઠ્ઠલનાથજી શ્રીગુસાંઈજીના પ્રાગટ્યોત્સવના ઉપલક્ષમાં નંદાલય હવેલી પર વિવિધ ધાર્મિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન થશે.
સરદારનગર સ્થિત નંદાલય હવેલી પર તા.૧૭ને શનિવારે વિઠ્ઠલનાથજી શ્રીગુસાંઈજીના પ્રાગટ્યોત્સવના ઉપલક્ષમાં પૂ. નવનીતલાલજી મહારાજની આજ્ઞા તથા પૂ. આનંદબાવાના માર્ગદર્શન હેઠળ વિવિધ ધાર્મિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થયેલ છે.
આયોજન અંતર્ગત શનિવારે સવારે ૬.૩૦ વાગે પૂ.વલ્લભકુળ આચાર્યોના પાવન સાનિધ્યમાં ડંકા નિશાન તથા કીર્તન મંડળી સાથે શ્રીગુંસાઈજી પ્રભુના સ્વરૂપને પધરાવી ભવ્ય પ્રભાતફેરી નીકળશે. ત્યારબાદ હવેલી પર પૂજ્ય આચાર્ય ચરણના સાનિધ્યમાં નામરત્નાખ્ય સ્તોત્રનું સમૂહ ગાન તથા મંગલા આરતી થશે.સવારે ૧૧ વાગે છબીલાજી પ્રભુના તિલકના દર્શન થશે તથા સાંજે ૫.૩૦ થી ૮ દરમિયાન પાઠશાળાના બાળકો દ્વારા મંગલાચરણ, પૂ.વલ્લભકુળ આચાર્યોના વચનામૃત, નંદાલય હવેલી કીર્તન ક્લાસ દ્વારા ધોળ, કીર્તન ગાન, નાટિકા, સખી મંડળના બહેનો દ્વારા રાસ, વધાઈ કીર્તન, નંદ મહોત્સવ તથા છબીલાજી પ્રભુના ‘લાલ-ઘટા ‘ મનોરથના દર્શન થશે.
સમગ્ર આયોજનમાં જાેડાવા નંદાલય હવેલી ઉત્સવ સંકલ્પ સમિતિ દ્વારા સર્વે વૈષ્ણવોને અનુરોધ કરાયો છે.