ભાવનગરના આંબાવાડી વિસ્તારમાં આવેલ જૂના વૃદ્ધાશ્રમનું બિલ્ડીંગ જર્જરિત થઈ ગયું હોય,ટ્રસ્ટી મંડળ દ્વારા આ સ્થળે નવું બિલ્ડીંગ બનાવવાનો ર્નિણય કરવામાં આવ્યો છે.જુના બિલ્ડિંગમાં રહેતા વડીલોને આજે અન્ય સ્થળે ફેરવવામાં આવ્યા હતા.નવું બિલ્ડીંગ બનતા અંદાજે બે વર્ષ જેટલો સમય લાગે તેમ હોય વડીલો માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રસંગે વૃદ્ધાશ્રમના ટ્રસ્ટીઓ પણ હાજર રહ્યા હતા.