યોગાસનની પાઠશાળા ગણાતી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પ્રા.શાળા નંબર ૫૨, અક્ષર પાર્ક, ભાવનગરમાં યોગ ગુરુ તરીકે સેવા આપતા ભગીરથભાઈ દાણીધારિયા અને યુની. યોગ હોલમાં રવતુભાના સતત માર્ગદર્શન આપી તૈયાર કરેલ વિદ્યાર્થીઓ કે જે ભાવનગરમાં વિવિધ કાર્યક્રમોમાં યોગ કરી સમગ્ર શહેર તેમજ ગુજરાતમાં નામના મેળવનાર શાળાના વિદ્યાર્થીઓ કે જે સમગ્ર ગુજરાતમાંથી ભાવનગરના જ એક માત્ર શાળાના વિદ્યાર્થીઓ મુંબઈ ખાતે તારીખ ૧૯ થી ૨૨ ડિસેમ્બર દરમિયાન યોજાનાર ત્રીજી નેશનલ યોગાસન સ્પર્ધામાં વર્તમાનમાં અભ્યાસ કરતા મેર તરુણભાઈ રવજીભાઈ ધોરણ- ૮ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, સોલંકી કરણ મોબતભાઈ, મકવાણા હિતેન મહેશભાઈ, ચૌહાણ કરણ વલ્લભભાઈ, ઝાપડિયા નીતિન કાળુભાઈ, મકવાણા હાર્દિક મહેશભાઈ અને સરકારી શાળાના યોગના બાળકો તા. ૧૬ થી ૧૮ ડીસેમ્બરના રોજ કાયાવરોહણ ખાતે પ્રેક્ટિસ કેમ્પમાં અને ૧૯ થી ૨૨ ડીસેમ્બરના રોજ ત્રીજી નેશનલ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ-૨૦૨૨માં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરનાર અને તેમાં ભાગ લેનાર સર્વે બાળકોને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગરના ચેરમેન શિશિરભાઈ ત્રિવેદી, ડે.ચેરમેન રાજદીપસિંહ જેઠવા, શાસનાધિકારી મુંજાલ, પ્રભારી નિકુંજભાઈ મહેતા શાળાના આચાર્ય ઝુબેરભાઈ કાઝી અને શાળા પરિવાર શુભેચ્છાઓ પાઠવે છે.