ભાવનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી યુવતીએ ઝેરી દવા પી લીધા બાદ જાતે સળગી જતા તેને ગંભીર હાલતે સારવાર અર્થે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ ભાવનગર તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં રહેટી ૧૮ વર્ષીય યુવતીએ ઝેરી દવા પી લીધા બાદ વાડી વિસ્તારમાં જાતે સળગી જઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા તેને ગંભીર હલતે સારવાર અર્થે ભાવનગરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે. આ બનાવ અંગે યુવતીના પિતાએ ફુલસર ગામના પાર્થ નામના શખ્સના અવારનવાર ત્રાસથી કંટાળી તેની દીકરીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું હોસ્પિટલ પોલીસને જણાવતા હોસ્પિટલ પોલીસે સંબંધિત પોલીસ અધિકારીને જાણ કરતા બનાવ અંગે નિવેદન અને ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.





