ભાવનગરના નારી ચોકડી વિસ્તારમાંથી વરતેજ પોલીસે ઈંગ્લીશ દારૂ સાથે બે ઇસમોને ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
વરતેજ પોલીસ કાફલો વહેલી સવારે શહેરના નારી ચોકડી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મુંબઈથી આવેલી ખાનગી ટ્રાવેલ્સની બસમાંથી ઉતરેલા દિલીપ હમીરભાઈ મકવાણા રહે.મુંબઈ પાસેથી ઈંગ્લીશ દારૂની ૫ બોટલ તેમજ જયેશ વશરામભાઈ સાટિયા રહે.નવાગામ ચિરોડા પાસેથી ઈંગ્લીશ દારૂની એક બોટલ મળી આવી હતી.
વરતેજ પોલીસે રૂ.૭,૧૦૦ ની કિંમતનો ઈંગ્લીશ દારૂ કબજે કરી બન્ને ઈસમો વિરુદ્ધ પ્રોહીબિશનની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.