ડિસેમ્બર માસની મધ્યમાં અસમાન્ય રીતે વધી ગયેલ તાપમાનમાં હવે ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં ચાર ડિગ્રીનો રાત્રિના તાપમાનમાં ઘટાડો થતાં હવે ધીમા પગલે ઠંડીનુ સામ્રાજ્ય શરૂ થતું હોય તેવો માહોલ સર્જાયો છે જાેકે હજુ દિવસનું તાપમાન ૩૨ ડિગ્રી નજીક રહેતા ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે આમ દિવસ દરમિયાન બપોરે ગરમી અને રાત્રે ઠંડી જેવો માહોલ સર્જાતા લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે.
એક સપ્તાહ અગાઉ સૌરાષ્ટ્ર અને ગુજરાત સહિત ભાવનગર શહેર જિલ્લામાં વેસ્ટન ડીસ્ટબન્સના કારણે કમોસમી માવઠા પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ હતી જેના પગલે ભાવનગર જિલ્લાના તળાજા અને મહુવા પંથકના ગામોમાં વરસાદ પડ્યો હતો આ ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ છૂટો છવાયો વરસાદ પડ્યો હતો અને ખેડૂતોની મૂંઝવણ વધી હતી ત્યારબાદ બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેસર અરબસાગરમાં પ્રવેશીને વેલમાર્ક લો પ્રેસરથી ડિપ્રેશનમાં પરિવર્તિત થતાં ભાવનગરમાં ફરી વાદળો છવાયા હતા અને તાપમાનમાં વધારો થવા પામ્યો હતો શુક્રવારે દિવસના તાપમાનમાં એટલે કે ડિસેમ્બર માસમાં સૌથી વધુ ૩૩ ડિગ્રી તાપમાન રહ્યું હતું જ્યારે રાત્રિનું તાપમાન ૨૨.૯ ડિગ્રી રહ્યું હતું જે શિયાળાની સિઝનમાં અસામાન્ય ગણી શકાય આગાહીઓ પૂર્ણ થતા અને ફરીથી વાતાવરણ ક્લિયર થતાં હવે તાપમાન સામાન્ય થવા જઈ રહ્યું છે છેલ્લા ત્રણ દિવસમાં રાત્રિનું તાપમાન ફરીથી ચાર ડિગ્રી ઘટીને આજે વહેલી સવાર સુધીમાં ૧૮.૮ ડિગ્રી રહ્યુ છે જ્યારે ભેજનૂ પ્રમાણ ૬૩% અને સરેરાશ ૬ ાદ્બની ઝડપે પવન ફંકાયો હતો.
રાત્રિના સમયે પવન ફૂંકાવા સાથે તાપમાનમાં ઘટાડો થતાં હવે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે સાથો સાથ દિવસ દરમિયાન તાપમાન વધી જતા ગરમીનો અનુભવ થઈ રહ્યો છે આમ દિવસે ગરમી અને રાત્રિના ઠંડી એમ બેવડી ઋતુનો અનુભવ થતા રોગચાળાનુ પ્રમાણ પણ વધવા પામ્યુ છે જાેકે હવે ધીમે ધીમે ઠંડીનું પ્રમાણ વધશે તેવું જાણકારો માની રહ્યા છે.
બેવડી ઋતુથી શહેરમાં શરદી, ઉધરસ તાવના કેસમાં વધારો
છેલ્લા ચારેક દિવસથી સવારે અને રાત્રે ઠંડી તેમજ દિવસ દરમ્યાન ગરમી જેવો માહોલ છે. તો છેલ્લા બે દિવસથી લઘુતમ તાપમાન પણ ઊંચું છે. આમ મિશ્રઋતુને કારણે ઘરે ઘરે શરદી-ઉધરસ અને તાવના કેસ જાેવા મળે છે. જેમાં બાળકોથી લઇને મોટેરાનો સમાવેશ થાય છે. ખાનગી અને સરકારી દવાખાનામાં દર્દીઓનો ધસારો જાેવા મળી રહ્યો છે.