ભાવનગરના માધવદર્શન ચોક પાસે આવેલ ફાઇનાન્સ કંપનીમાં રોકડ રકમની ચોરી કરનાર તસ્કરને નિલમબાગ પોલીસે ઝડપી લઈ રોકડ રકમ,બાઈક અને મોબાઈલ મળી કુલ રૂ.૧.૧૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ અંગે મળતી વિગતો મુજબ ભાવનગરના માધવદર્શન ચોક પાસે આવેલ કોમ્પ્લેક્સમાં તન્ના ટ્રાવેલ્સની ઓફિસના ઉપરના ભાગે સી. જે. ફાઇનાન્સ કંપનીની ઓફિસ આવેલી હોય, તે ઓફિસના મુખ્ય દરવાજાનું તાળું તોડી,ઓફિસમાં પ્રવેશ કરી, ચેમ્બરનો દરવાજાે તોડી ચેમ્બરના ટેબલમાં રાખેલ કંપનીના કેશ કલેક્શનના રૂ. ૯૨,૦૦૦ રોકડાની કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરીને ફરાર થઈ ગયો હતો.તસ્કરે ઓફિસની વસ્તુઓ પણ વેરવિખેર કરી નાંખી હતી.ચોરીના આ બનાવ અંગે સી.જે. ફાઇનાન્સ કંપનીના બ્રાન્ચ મેનેજર ઘનશ્યામભાઈ લાખાભાઈ બાવળીયાએ અજાણ્યા તસ્કર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
ચોરીની આ ઘટના અંગે નીલમબાગ પોલીસે તપાસ હાથ ધરી ચોરી કરનાર સહદેવ ઉર્ફે કાનો નાથાભાઇ ચુડાસમા (ઉ.વ.૨૨) રહે.બાલા હનુમાન પાસે,રુવા મુખ્યમંત્રી આવાસ યોજના ને ઝડપી લઈ ચોરી કરેલ રૂ.૯૨ હજાર રોકડા,બાઈક અને મોબાઈલ મળી કુલ રૂ.૧.૧૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.