ચીનમાં કોરોનાથી મચેલા હાહાકાર વચ્ચે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે દરેક રાજ્યોને પત્ર લખી દેશમાં કોરોનાના દરેક પોઝિટિવ કેસનું જીનોમ સિક્વેન્સિંગ કરવા માટે કહ્યું છે. કેન્દ્ર સરકારનું કહેવું છે કે જાપાન, અમેરિકા, કોરિયા રિપબ્લિક, બ્રાઝીલ અને ચીનમાં કોરોનાના કેસમાં અચાનક વધારો જોવા મળી રહ્યો છે. તેવામાંજ રૂરી છે કે દેશમાં સામે આવી રહેલા કોરોનાના પોઝિટિવ કેસોનું જીનોમ સિક્વેન્સિંગ કરાવવું જોઈએ. તેનાથી કોરોનાના નવા વેરિએન્ટ વિશે સમયથી જાણકારી મળી શકશે.
પ્રિન્સિપલ સેક્રેટરી રાજેશ ભૂષણે દરેક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર મોકલ્યો છે. આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે દરેક રાજ્યોને તે આગ્રહ કરવામાં આવે છે કે ત્યાં જ્યાં સુધી સંભવ હોય દરરોજ કોરોનાના પોઝિટિવ કેસના સેમ્પલ નિર્ધારિત INSACOG, જીનોમ સિક્વેન્સિંગ લેબોરેટરીમાં મોકલવાનું નક્કી કરે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે તે માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી આ સંબંધમાં દરેક સંભવ મદદ કરવામાં આવશે.
નવા કેસ આવ્યા બાદ દેશમાં અત્યાર સુધી સંક્રમિત થઈ ચુકેલા લોકોની સંખ્યા વધીને 4,46,76,199 પર પહોંચી ગઈ છે. દેશમાં કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યા ઘટીને 3,490 રહી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં સંક્રમણથી વધુ ત્રણ લોકોના મોત બાદ દેશમાં કુલ મૃતકોની સંખ્યા વધીને 5,30,677 થઈ ગયા છે. મોતના મામલામાં કેરલમાં બે અને મહારાષ્ટ્રમાં એક દર્દીનું મોત થયું છે. મંત્રાલયની વેબસાઇટ પ્રમાણે એક્ટિવ દર્દીઓની સંખ્યા સંક્રમણના કુલ કેસના 0.01 ટકા છે. તો કોવિડથી સાજા થનારા લોકોનો દર વધીને 98.8 ટકા થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં એક્ટિવ દર્દીઓની સંખ્યામાં 69નો ઘટાડો થયો છે.