15 મી વિધાનસભા ગૃહમાં પ્રવેશી રહ્યાં છે આ વચ્ચે એક અદભૂત દ્રશ્ય જોવા મળ્યુ હતું. એક ધારાસભ્યએ ગૃહમાં પ્રવેશતા પહેલા દરવાજાને નતમસ્તક થઈ પ્રણામ કર્યા હતા. આ ધારાસભ્ય છે સંજય કોરડીયા, જેઓ ગૃહમાં જતા પહેલા તેને નતમસ્તક પ્રણામ કરતા જોવા મળ્યા હતા. ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણીમાં જીતેલા તમામ ધારાસભ્યોની આજે શપથવિધિ છે, ત્યારે તમામ ધારાસભ્યો ગુજરાત વિધાનસભાની અંદર પહોંચી રહ્યા હતા ત્યારે જુનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાએ મંદિરની જેમ વિધાનસભા ગૃહમાં પ્રવેશ કર્યો હતો. આવુ કરવાનું કારણ તેમણે જણાવ્યું હતું કે, વિધાનસભા ગૃહને પોતે ધારાસભ્ય તરીકે મંદિર માને છે. લોકોની સુખાકારીના કાર્યો અહીંથી તેમણે હવે કરવાના છે અહીં પ્રણામ કર્યાં.