ભાવનગરના ભરતનગર વિસ્તારમાં આવેલ જુના કપડાની દુકાનમાં ગત મોડી રાત્રે આગ લાગતા ફાયર બ્રિગેડ ટીમ બનાવેલી દોડી ગઈ હતી અને પાણીનો છંટકાવ કરી આગ બુઝાવી હતી.
આ અંગે મળતી વિગતો મુજબ ભાવનગરના ભરતનગર, બે માળિયા વિસ્તારમાં આવેલ ચકુબેન કાપડવાળાની જૂના કપડાની દુકાનમાં ગત રાત્રિના ૧૧ વાગ્યા આસપાસ કોઈ કારણોસર આગ લાગતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.
આગ લાગ્યાનો સંદેશો મળતા ફાયર બ્રિગેડ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને બે ગાડી પાણીનો છંટકાવ કરી આગ બુઝાવી હતી.આગની આ ઘટનામાં દુકાનમાં રાખેલ જુના કપડાં સળગી ગયા હતા. આગ લાગવાનું કારણ કે નુકસાની જાણી શકાય ન હોવાનું ફાયર બ્રિગેડ એ જણાવ્યું હતું.